આજે IPLની 7મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે. ચેન્નઈની આ ત્રીજી અને દિલ્હીની બીજી મેચ છે. બંને ટીમને જોતા ચેન્નઈનું પલડું ભારી જણાઈ રહ્યું છે. ચેન્નઈએ અગાઉ 5 માંથી 4 મેચ જીતી છે. ગત સીઝન રમાયેલી 3 મેચમાં ચેન્નઈએ દિલ્હીને પરાજય આપ્યો હતો. આ સીઝનમાં ચેન્નઈ અને દિલ્હી વચ્ચે આ પ્રથમ મેચ છે.

જો બંને ટીમના મોંઘા ખેલાડીની વાત કરીએ તો, CSKના કેપ્ટન ધોની છે. તેમને એક સીઝનના 15 કરોડ રૂપિયા મળે છે. ત્યારબાદ કેદાર જાધવને આ સીઝનમાં 7.80 કરોડ રૂપિયા મળશે. દિલ્હીના સૌથી મોંઘા પ્લેયરમાં ઋષભ પંત અને શિમરોન હેટમાયરનો સમાવેશ થાય છે.
ચેન્નઈ સુપર કિંગ્સમાં રાયડુ હેમ સ્ટ્રિંગની મુશ્કેલીને કારણે રાજસ્થાનની સામેની મેચ નથી રમી શક્યો, જ્યારે બ્રાવો આ સીઝનની શરૂઆતની બંને મેચ નથી રમ્યો. બંને ટીમોમાં ચેન્નઈનું પલ્લું ભારે છે. બંનેની વચ્ચે અત્યારસુધી 21 મેચ રમાઈ છે. જેમાંથી ચેન્નઈએ 15 દિલ્હીએ 6 મેચ જીતી છે. ગત સીઝનમાં દિલ્હી એક વખત ચેન્નઈને હરાવી શકી નથી.
દિલ્હી ફાઇનલ નહિ રમનાર એકમાત્ર ટીમ છે. પરંતુ, બે વખત સેમીફાઈનલ સુધી પહોંચી હતી. દિલ્હીના મહત્વપૂર્ણ ખેલાડીઓમાં શ્રેયસ અય્યર, ઋષભ પંત અને પૃથ્વી શો જેવા યુવા બેટ્સમેન છે. આજે મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તેમજ તાપમાન 27થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
