દેશમાં (india) વધતા કોરોના સંક્રમણે સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. જેના કારણે સોમવારે કેન્દ્ર સરકાર (central government) રાજ્યોની સરકારો સાથે એક મહત્વની બેઠક કરવા જઈ રહી છે. આ બેઠકમાં કોરોના સામે લડવા માટે ‘દિલ્હી મોડલ’ (Delhi Model) અપનાવવા માટે વાત કરવામાં આવી શકે છે. આ માહિતી એક વરિષ્ટ અધિકારીએ શનિવારના રોજ આપી હતી. આ બેઠક અંગે દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું છે કે, દિલ્હીએ અપવાનેલી રણનીતિની ચર્ચા કર્યાબાદ દિલ્હીમાં કોરોના સામે લડવા લેવામાં આવેલા પગલાં અન્ય રાજ્યો પણ અપનાવે તે માટેની પ્લાનિંગ કરવાનું કહેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( PM Modi) પણ દિલ્હીમાં કોરોના સંક્રમણ ઘટાડવા લેવામાં આવેલા પગલાંઓ માટે કેન્દ્ર અને દિલ્હી સરકારના વખાણ કર્યા હતા.

આ બેઠકના એજન્ડા મુજબ, દિલ્હીના મુખ્ય સચિવ વિજય દેવ કેન્દ્રના વરિષ્ટ અધિકારીઓ સામે દિલ્હીમાં કોરોનાને કબ્બુમમાં લેવા ભરવાંમાં આવેલા પગલાં વિશે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલ પણ હાજર રહેશે.
આ પણ વાંચો : કોરોના સામે લડવા વૈજ્ઞાનિકોએ શોધી નવી તકનીક, આ રીતે કરશે ખાત્મો…
શું છે દિલ્હી મોડલ ?
દિલ્હી મોડલ વિશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘દિલ્હી મોડલ’ પરીક્ષણ, હોમ આઇસોલેશન, પારદર્શક ડેટા, હોસ્પિટલોમાં બેડ અને પ્લાઝ્મા થેરાપી પર આધારિત છે. પરંતુ આ પાંચ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે અમે ત્રણ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. પહેલું ટીમવર્ક, બીજું રચનાત્મક ટીકાનો સ્વીકાર કરી જે ખોટું છે તેને વ્યવસ્થિત કરવું અને ત્રીજું, કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર કાર્ય કરતા રહેવું.
