રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1026 નવા કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓનો કુલ આંક 50, 465 થઇ ગયો છે. જ્યારે અત્યાર સુધી 2201 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 298 અને ત્યારબાદ અમદાવાદમાં 199 કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના એકટીવ કેસની સંખ્યા 11,861 છે, જેમાંથી 82 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જયારે, 11,779 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 36,403 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે જ્યારે 2201 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 744 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાંથી સુરતના 112, અમદાવાદના 192, સુરત જિલ્લાના 61,વડોદરાના 61, ભાવનગરના 34, બનાસકાંઠાના 13, સુરેન્દ્રનગરના 10,ગાંધીનગરના 48, જામનગરના 20 અને ભરૂચના 20 દર્દીઓનો સમાવેશ થાય છે.
વધતા જતા કોરોના કેસની લિસ્ટમાં વડોદરા ત્રીજા નંબરે પહોંચી ગયું છે. અમદાવાદ, સુરત બાદ વડોદરામાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે વડોદરા કોર્પોરેશનમાં 60 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે જિલ્લામાં 15 કેસનો નોંધાયા છે. જેથી આજના 75 કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંકડો 3740 પર પહોંચ્યો છે. આજે વડોદરા કોર્પોરેશનમાં 2 દર્દીઓના મોત થયા છે અને કુલ મરણઆંક 59 છે. વડોદરામાં રોજના 75થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. વડોદરામાં દરરોજના 530થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તે સાથે આજે 61 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેની સાથે અત્યાર સુધીમાં કુલ 3100 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ, વડોદરામાં 581 એક્ટિવ કેસ છે.
