ઉતરાયણમાં માટે જાણીતા સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષથી પતંગના ધંધામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરના અંતમાં પતંગ-દોરીવાળાઓને ત્યાં ભૂતકાળમાં હાઉસફૂલના બોર્ડ ઝુલતા હતા ત્યાં હજુ ગ્રાહકો જ નથી દેખાતા. ભૂતકાળમાં સુરતીઓ ઉતરાયણની તૈયારી મહિના પહેલા થી કરતા હતા. હાલ તો એક સપ્તાહ બાકી છે છતાં માર્કેટમાં તેજી નથી દેખાઈ રહી.
એક દોરીના વેપારીએ જણાવ્યા મુજબ છેલ્લા 50 વર્ષમાં આ સૌથી ખરાબ ઉતરાયણ હોવાનું લાગી રહ્યું છે. જ્યાં જથ્થા બંધ વેપારીઓની ભીડ થતી હતી. ત્યાં હાલ છૂટક ગ્રાહકો પણ દેખાતા નથી. તૈયાર દોરીનો જથ્થો તૈયાર કર્યો છે પરંતુ વેપારીઓને તેના વેચાણની ચિંતા થઇ રહી છે. બીજા એક વેપારીના જણાવ્યા મુજબ ડિસેમ્બરમાં અમારે ત્યાં વેટીંગ ચાલતું હતું અને હાલ માટે અમારે ગ્રાહકોની રાહ જોવી પડી રહી છે.
સુરતના દોરીના વેપારીઓ કહે છે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમા કહીએ તો આ વર્ષે માંડ 5% ધંધો જોવા મળી રહ્યો છે પહેલા દોરીમાં ઘણું કમાઈ લેતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં મંદી જોવા મળી રહી છે.
શું છે કારણ
ઘરાકી ન હોવા પાછળનું કારણ મંડી તો છે જ પરંતુ બીજું યુવાનોમાં તહેવારો ઉજવવાની ટ્રેન્ડ પણ જવાબદાર ગણવામાં આવી રહી છે હાલના યંગસ્ટર માંથી અનેક પતંગ ચગાવવાને બદલે પાર્ટી કરવાની પસંદ કરે છે. તૈયાર દોરી અને પતંગ જે મળે છે લઇ પતંગ ચગાવવાની ફોર્માલિટી કરે છે. ઉતરાયણ સાથે જોડાયેલી રજાઓને કારણે યુવાનો સતત પાર્ટી કરતા રહે છે આ પણ પતંગનું વેચાણ ન થવાનું એક કારણ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.