તાપસી પન્નુ અને અનુભવ સિંહાની આવનારી ફિલ્મ “થપ્પડ”નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જેણે જોત જોતમાં જ સૌ કોઈને આશ્ચર્યજનક કરી નાખ્યા છે. આ ફિલ્મમાં તાપસી પન્નુનું પાત્ર કંઈક અલગ અવતારમાં જોવા મળશે.
તાપસી પન્નુ આ ફિલ્મ દ્વારા સંદેશો આપવા માંગે છે કે “થપ્પડ” કોઈ નાની વસ્તુ નથી અને વધુમાં દર્શાવે છે કે એક “થપ્પડ” પરણિત કપલની જિંદગી બદલી નાખે છે. “થપ્પડ”ના ટ્રેલરમાં તાપસી પન્નુના ચાહકોની અપેક્ષાઓ ખુબ વધી ગઈ છે. “પિન્ક”, “મુલ્ક” અને “સાંડ કી આંખ” પછી “થપ્પડ”માં પણ તાપસી પન્નુ કંઈક અલગ રૂપમાં જોવા મળશે.
“થપ્પડ” ફિલ્મનું ટ્રેલર એક વાતચીતથી શરૂ થાય છે. જેમાં અભિનેત્રીને પૂછવામાં આવે છે કે “શું તેનું કોઈ અફેર હતું.” જયારે અભિનેત્રી ના કહે છે તો તેને “થપ્પડ” મારવામાં આવે છે. આની પર તાપસી પન્નુ જવાબ આપે છે કે, “એક થપ્પડ જ છે, પરંતુ મારી નથી શકતા.” ત્યાર બાદ કહાની શરૂ થાય છે.
જેમાં તાપસી પન્નુ અને તેના પતિ સુખી જીવન જીવતા દેખાય છે. પરંતુ એક પાર્ટી દરમિયાન અભિનેત્રીના પતિ તેને “થપ્પડ” મારે છે, જે તેનું આખું જીવન બદલી નાખે છે.
જણાવી દઈએ કે અનુભવ સિંહાના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ “થપ્પડ” આ વર્ષે 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેત્રી તાપસી પન્નુ એક જોરદાર પાત્ર નિભાવે છે અને આ ફિલ્મ દ્વારા લોકોમાં સંદેશો પણ આપે છે. આ ફિલ્મને ભુસન કુમાર અને અનુભવ સિંહાએ પ્રોડ્યૂસ કરી છે. હવે જોવાનું એ છે કે પિન્ક અને મુલ્ક પછી તાપસી “થપ્પડ” દ્વારા શું ધમાલ મચાવે છે.
