ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવાના ઉદ્દેશ્યથી લાવામાં આવેલ ‘મુસ્લિમ મહિલા વિધેયક (વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક)’ ને મંગળવારે રાજ્યસભામાંથી મંજૂરી મળી ગઈ. લોકસભામાં આ બિલ મંજૂર થતાં આને મંગળવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલના પક્ષમાં 99 અને વિરૂદ્ધમાં 88 વોટ મળ્યા.
હવે બિલ ને રાષ્ટ્રપતિ પાસે હસ્તાક્ષર કરવા માટે મોકલવામાં આવશે. જેના પછી આ કાયદાનું સ્વરૂપ લેશે. NDA ના16 દળોએ આ બિલનું બહિષ્કાર કર્યું અને વોટિંગ ભાગ નહીં લીધો. તેમજ વિપક્ષમાંથી એનસીપી, બસપા, આમ આદમી પાર્ટીના સભ્યોએ આ બિલમાંથી બાયક્ટ લીધું.
પણ મુખ્ય વાત એ છેકે હવે ટ્રિપલ તલાક આપ્યું તો શું થશે?
- હવે દેશમાં ટ્રિપલ તલાક ગુનો ગણાશે.
- ટ્રિપલ તલાક આપવામાંઆ આવશે તો પતિને 3 વર્ષ સુધીની સજા થઇ શકે છે.
- હવે પીડિતા કે સંબંધીઓ એફઆઈઆર લખાવી શકે છે.
- હવે કોઈપણ મુસ્લિમ પતિ પત્નીને ત્રણ તલાક આપશે તો તે ગૈર-કાયદાકીય ગણાશે.
- કોઈપણ સ્વરૂપમાં આપવામાં આવેલ ત્રણ તલાક માન્ય નહીં થશે.
- જે પણ ત્રણ તલાક આપશે, એને તીન વર્ષની સજા અને દંડ થઇ શકે છે.
- ત્રણ તલાક આપવું બિનજામીન અને સંગિન ગુનો ગણાશે.
- ત્રણ તલાકથી પીડિત મહિલા પોતાનાં અને પોતાના નાના બાળકો માટે મેજીસ્ટ્રેટના પાસે ભરણ-પોષણ માટેના ખર્ચની માંગણી કરી શકે છે.
- ભરણ-પોષણ માટેનો ખર્ચ મેજીસ્ટ્રેટ નકકી કરશે.
- મહિલા પોતાના નાના બાળકોના કસ્ટડી માટે પણ મેજીસ્ટ્રેટ પાસે વિનંતી કરી શકે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.