સુરત સહિત દ.ગુજરાતમાં ખેડૂતોની ધીમે ધીમે વિવિધ મુશ્કેલીઓ સામે આવી રહી છે. જેમાં હવે સુરતના ઓલપાડ કરમલા ગામની નહેરમાં પાણી ઓછું આવવાના કારણે 400 હેક્ટર જમીનમાં વાવેતર શેરડી અને ઉનાળુ ડાંગર પાક ને નુકસાન થવાની ભીતી ખેડૂતોએ વ્યક્ત કરી છે.

આ અંગે રજુઆત કરતાં ખેડૂત સમાજ આગેવાન દર્શન નાયકે જણાવ્યું કે, ઉકાઈ ડેમ માં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ ખેડૂતો ને સિંચાઇ માટે પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી હાલમાં કરમાલા અને આજુબાજુના ગામોમાં 400 હેક્ટર વાવેતર શેરડી અને ઉનાળુ ડાંગર ના પાકને લાખો રૂપિયા નું નુકશાન થવાની સંભાવના છે.
નોંધનીય વાત એ છેકે ઓલપાડના કરમલા ગામ અને આજુબાજુ ગામોમાં હાલ ડાંગર અને શેરડી ના પાકનું વાવેતર કરાયું છે. આ ખેડૂતોને કરમલા એ- 1 માઇનોર અને એ-2 માઈનોર માંથી પાણી આપવામાં આવે છે. ખેડૂતો સાથે તેમના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી તથા ખેડૂતોની વેદના સાંભરી હતી અને ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નનો સિંચાઇ વિભાગમાં યોગ્ય જગ્યાએ રજુઆત કરવાની ખાત્રી આપવામાં આવી હતી.

નહેરમાં ઓછું પાણી હોવાને કારણે ખેડૂતોએ મોઘું ડીઝલ ફૂંકી મશીનો દ્વારા સિંચાઇ કરવાનો વારો આવ્યો છે.જો સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઇ વિભાગ દ્વારા નહેરમાં પૂરતું પાણી આપવામાં આવશે નહીં તો કાંઠા વિસ્તારનાં ગામડાઓના ખેડૂતોના ડાંગળના ઉભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે અને ઉત્પાદન ઓછું થશે એ વાત ખેડૂતો દ્વાર કહેવામાં આવી રહી છે.