અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝીટીવ આવ્યા હોવાના અહેવાલોને પગલે વિશ્વના શેરબજારો મંદીમાં સરકી ગયા હતા. ભારતમાં પણ ખાનગીમાં ગાબડુ નોંધાયુ હતું.
વિશ્વભરના શેરબજારોએ કોરોનાને હવે ડિસ્કાઉન્ટ કરી દીધો છે. વધતા કેસની પણ કોઈ ઈફેકટ આવતી નથી. અમેરિકી શેરબજારમાં ડાઉજોન્સ નાસ્ડેક ગઈરાત્રે ગ્રીનઝોનમાં જ હતા તે દરમ્યાન આજે અમેરિકી પ્રમુખનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાના અને તેઓ કવોરન્ટાઈન થયાના સમાચારને પગલે વિશ્વભરના શેરબજારોમાં અસર વર્તાઈ હતી.
આ પણ વાંચો : સ્મીમેર હોસ્પિટલના 2500 કર્મીઓનું અનોખું “CARING HANDS” અભિયાન
આ સમાચાર પુર્વે ડાઉ જોન્સ ફયુચર 100 પોઈન્ટ ડાઉન હતો ત્યારબાદ ગગડીને 500 પોઈન્ટ થઈ ગયો હતો. નાસ્ડેક ફયુચર પણ 200 પોઈન્ટ જેટલો નીચો ઉતરી ગયો હતો. એશિયા-યુરોપના માર્કેટો પણ રેડઝોનમાં આવી ગયા હતા. ભારતીય શેરબજાર ગાંધી જયંતિ નિમિતે બંધ હતું છતાં ખાનગીમાં નિફટી ફયુચર 100 પોઈન્ટથી વધુ ઘટી ગયો હતો.
