અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નોકરીની ઇચ્છા રાખનાર ભારતીય આઇટી પ્રોફેશનલ્સ (IT Professionals)ને ફરી એક વાર ઝટકો આપ્યો છે. હવે અમેરિકાની સરકારી એજન્સીઓ H-1B વીઝાધારકોને નોકરી પર નહીં રાખી શકે. આ અંગે ડોનાલ્ડ ટ્રપ પ્રશાસને 23 જૂને જાહેરાત કરી હતી કે તે આ વર્ષના અંત સુધી H-1B વીઝા અને અન્ય વર્ક વિઝા હેઠળ કોઇ પણ વિદેશીને અમેરિકામાં નોકરી નહીં આપે. આ વર્ષની ચૂંટણીમાં ટ્રંપ અમેરિકી વર્કર્સના હિતોને બચાવીને વોટબેંક ઊભી કરી રહ્યા છે.

આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, આજે મેં કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ હવે અમેરિકી લોકોને સરળતાથી નોકરી આપી શકાશે. અમેરિકામાં વિદેશી શ્રમિકોને કારણે અમેરિકાનો હકોને અનાદર થાય છે. અમેરિકામાં જો કોઇ કંપની કોઇ વિદેશી નાગરિકને નોકરી આપે છે તો કર્મચારી માટે H-1B વીઝા લેવો જરૂરી બને છે તેના હેઠળ જ તે કોઇ પણ અમેરિકી કંપનીમાં કામ કરી શકે છે. ભારતમાં મોટી સંખ્યામાં આઇટી પ્રોફેશન H-1B વીઝાની સાથે અમેરિકામાં નોકરી કરવા જાય છે. આ H-1B વીઝા 3 વર્ષ માટે આપવામાં આવે છે. જેને વધુમાં વધુ 6 વર્ષો માટે વધારવામાં આવે છે. આ વિઝા પુરા થવા પછી અરજીકર્તાને અમેરિકામાં નાગરિકતા આપવા માટે અરજી આપવી પડે છે. અને ત્યારબાદ તેને ગ્રીન કાર્ડ અપાય છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં વતન જવા તરફડી રહેલા શ્રમિકોમાંથી આટલા ટકા શ્રમિકો પાછા આવવા તૈયાર, જુઓ સર્વેના આંકડાઓ
આ વિઝા દ્વારા કોઈ પણ વિદેશી આવેદન કરી શકે છે. અને વીઝા હેઠળ પોતાના બાળકો, પતિ કે પત્નીને પણ અમેરિકામાં લાવી શકે છે. આ વિઝાની અવધિ સુધી તે લોકો પણ અમેરિકામાં રહી શકે છે. આ વીઝા પછી સ્થાઇ નાગરિકતા માટે આવેદન કરી શકાય છે. આ વીઝા માટે માત્ર બેચલર ડીગ્રી અને અમેરિકામાં કામ કરવા માટે કોઇ કંપનીના ઓફર લેટરની આવશ્યકતા હોય છે.
