કોરોના વાયરસના કારણે લોકડાઉન(Lockdown)માં રિપીટ ટેલિકાસ્ટમાં સિરિયલ રામાયણ(ramayan) ઘણું હિટ થયું. એના કેરેક્ટર્સ પણ ઘણા ચર્ચામાં આવ્યા. સાથે જ ચર્ચા શ્રી રામને લઇ ને પણ થઇ રહી છે કારણ કે નેપાળના પીએમ(Nepal PM)એ એમના જન્મસ્થાનને લઇ નવો દાવો જે કર્યો છે. એના પર રામાયણની સીતાનું કેરેક્ટર પ્લે કરવા વાળી દીપિકા ચીખલીયા ટોપીવાલા(Dipika chikhliya topiwala)એ એક મીમ શેર કર્યો છે. એ પોસ્ટમાં હનુમાન જી અને રામ પુછતા જોવા મળી રહ્યા છે છે કે, પ્રભુ તમે જણાવ્યું જ નહિ કે તમે નેપાળી છો.
દીપિકાએ શેર કરેલ પોસ્ટ
દીપિકાએ ટ્વીટર પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એમણે લખ્યું છે કે, અહીં સુધી કે હનુમાન પણ વિચારમાં છે. સાથે જ એમાં એમણે કેટલાક લોકોને ટેગ પણ કર્યા. હાલમાં જ દીપિકા આયુષ્માન ખુરાના સ્ટારર બાલામાં યામી ગૌતમની માંના રોલમાં જોવા મળી હતી.
પીએમ ઓલીનો દાવો

ભારત અને નેપાળ વચ્ચે કેટલા સમયથી તણાવની સ્થિતિ છે. આ વચ્ચે નેપાળના પીએમ ઓલીએ થોડા દિવસો પહેલા શ્રી રામ અને અયોધ્યાને લઇ એક નિવેદન કર્યું હતું જેના પર વિવાદ થઇ રહ્યો છે. નેપાળના પીએમએ દાવો કર્યો હતો કે અસલી અયોધ્યા નેપાળમાં છે. સાથે જ એમણે કહ્યું હતું કે શ્રી રામનો જન્મ નેપાળમાં થયો હતો, તેઓ એક નેપાળી રાજકુમાર હતા.
એમના આ દાવાની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. એટલું જ નહિ, ઓલીએ હાલમાં જ એવા નિવેદનો આપ્યા છે જેમાં ભારત-નેપાળના સંબંધને લઇ તણાવ વધ્યા છે.
આ પણ વાંચો : BJPએ ફોન ટેપિંગ મામલે ગેહલોત સરકારને પૂછ્યા આ સવાલ, કરી CBI તપાસની માંગ
