મહારષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે મહાન ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકરની સિક્યોરિટી (X કેટેગરી) પરત લઇ લીધી છે. શિવસેના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આદિત્યને પણ Y+ કેટેગરીને સિક્યોરીરી આપવામાં આવતી હતી પરંતુ તેની સિક્યોરિટી અપગ્રેડ કરી Z કેટેગરીની કરી દેવમાં આવી છે. એ ઉપરાંત અન્ના હજારેની પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એમની સિક્યોરિટી હવે Z કેટેગરીની થઇ ગઈ છે.
જણાવી દઈએ કે રાજ્ય સરકારે સવારે હાઈપ્રોફાઈલ લોકોની સુરક્ષા સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયમાં સચિન તેંડુલકરની સિક્યોરિટી હટાવી લેવામાં આવી છે. ત્યાં જ ઉદ્ધવની સિક્યોરિટી અપડેટ કરવામાં આવી છે. એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે, સચિનને X કેટેગરી સુરક્ષા આપવામાં આવી હતી. એ હેઠળ એક પોલીસ કોન્સ્ટેબલ 24 કલાક તેમની સાથે રહેતો હતો. હવે આ સુરક્ષા પાછી લઇ લેવામાં આવી છે.
બીજેપી નેતા એકનાથની પણ સુરક્ષામાં ઘટાડો
આઇપીએસ અધિકારીએ દાવો કર્યો છે કે સચિનને પોલીસ એસ્કોટની સુરક્ષા આપવામાં આવી શકે છે. અધિકારીએ જણાવ્યું કે એ ઉપરાંત કેટલાક બીજા નેતાઓની પણ સિક્યોરિટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજેપી નેતા એકનાથને વાય શ્રેણીની સુરક્ષા સાથે જ પોલીસ સ્કોટની પણ સુરક્ષા હતી. હવે સ્કોટની સુરક્ષા ઘટાડવામાં આવી છે.
રામ નાઈકની પણ સુરક્ષા ઘટી
એ ઉપરાંત યુપીના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક પાસે અત્યાર સુધી ઝેડ પ્લસ સુરક્ષા હતી. જેને ઘટાડીને હવે એમને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. વકીલ ઉજ્જવલ નિકમની પણ ઝેડ પ્લસ સુરક્ષા હટાવીને એમને એસ્કોર્ટથી સાથે વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.
97 લોકોની સુરક્ષાની સમીક્ષા પછી નિર્ણય
સમાજસેવી અન્ના હજારેની સુરક્ષા સરકારે અપગ્રેડ કરી દીધી છે. અન્ના હજારે ને અત્યાર સુધી વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી જે હવે ઝેડ કેટેગરીની કરી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે સમિતિએ 97 લોકોને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. એ હેઠળ 29 લોકોની સુરક્ષાને ઓછી અથવા વધારવામાં આવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.