ઘણા સમયથી UGC NETની પરીક્ષા માટે વિધાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડને માટે ચાલી રહેલી મૂંઝવણ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 16 સપ્ટેમ્બરથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખી છે. જે હવે 24 સપ્ટેમ્બર શરુ થશે. પરંતુ, પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું નથી. અગાઉ NET પરીક્ષા 16થી 18 સપ્ટેમ્બર અને 21થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી.

પરીક્ષાની તારીખો માટે નિર્ણય લેવાયો
- ICAR AIEEA-UG/PG અને AICE-JRF/SRF (PHD) 2020-21 અને NETની તારીખો વચ્ચે થયેલા મતભેદના કારણે રિશિડ્યૂલ કરવામાં આવી છે.
- આ વિશેની વિગતવાર માહિતી પછીથી બહાર પાડવામાં આવશે
24 સપ્ટેમ્બરથી પરીક્ષા શરૂ
- નેશનલ ટેસ્ટિંગ એજન્સી 16, 17, 22 અને 23 સપ્ટેમ્બરના રોજ ICARની પરીક્ષાઓ લેશે
- UGC-NET 2020ની પરીક્ષા 24 સપ્ટેમ્બરથી લેવામાં આવશે
