રશિયાના એટેક પછી હવે યુક્રેનમાં ભારે તબાહી મચી ગઈ છે. યુક્રેનની રાજધાની કિવને ઘેરી લેવાની રશિયાએ યોજના નક્કી કરી લીધું છે. જ્યારે બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેંસ્કી મુશ્કેલી પડી ગયા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ પણ હાથ ઊંચા કરી દીધા છે. તેની પર ઝેલેંસ્કીએ કહ્યું કે, રશિયા સાથેની લડાઈમાં તેઓ એકલા પડી ગયા છે. તેમણે દાવો કર્યો છે કે, રશિયન હુમલામાં યુક્રેનના 137 લોકો માર્યા ગયા છે અને 316 ઘાયલ થયા છે. રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેન સેનાને એક કરી રહ્યું છે.
યુક્રેન ભલે લાચાર પડ્યું હોય પણ તેને હજી સુધી હાર સ્વીકારી નથી. રશિયન આર્મી કિવ પહોંચીના સમાચાર વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, યુક્રેનની સેનાએ મેલિટોપોલ શહેર પર ફરીથી કબજો કરી લીધો છે. આ સાથે યુક્રેને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઈએઈએ)ને જાણ પણ કરી છે કે, ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો વિસ્તાર હવે તેના નિયંત્રણ હેઠળ નથી. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત રશિયાની સરહદમાં યુક્રેન પ્રવેશ્યું છે. રોસ્તોવ પર યુક્રેન દ્વારા પ્રથમ વાર હુમલો કરવામાં આવ્યો છે.