અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ઇમામ ખુમૈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક યાત્રી વિમાન ક્રેશ થયું આ વિમાન યુક્રેનનું હતું અને એમા મુસાફરી કરી રહેલા દરેક 176 યાત્રીઓના મોત થયા છે.
ઈરાનની ફોર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ પ્લેન યુક્રેનનું હતું. ટેક્નીકલ ખામીના કારણે ટેક ઓફ થયા પછી તુરંત જ આ પ્લેન ક્રેશ થઈ ગયુ હતું. તેમાં મુસાફરી કરતાં દરેક 176 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.અને યુક્રેનના વિદેશ મંત્રીએ પણ સ્વીકાર્યું છે કે બધા 176 યાત્રીઓની દુર્ઘટનામાં મોત થયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ નંબર 752 વિમાન જયારે દુઘટનનો શિકાર બન્યો ત્યારે તે 7900 ફૂટ ઉપર હતું। ઈરાની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ટેક્નિકલ ખરાબીના કારણે વિમાન ઉડ્યા પછી ક્રેશ થઇ ગયું। હાલ, રાહત અને બચાવ કાર્ય શરુ થઇ ગયું છે હજુ પુરી જાણકારી મળીનથી. યુક્રેન જઈ રહેલા આ વિમાનમાં 180 યાત્રીઓ સાથે ચાલાક દળ સદસ્ય સવાર હતા.
ફ્લાઈટ રડાર 24 વેબસાઈટે એરપોર્ટના ડેટાના આધાર પર જણાવ્યું કે, યુક્રેનના બોઈંગ 737-800 વિમાને સ્થાનિક સમય પ્રમાણે સવારે 5.15 વાગે ઉડાન ભરવાની હતી. જોકે તે 6.12 વાગે રવાના થયું હતું. ઉડાન ભર્યાને થોડી જ વારમાં ફ્લાઈટે ડેટા મોકલવાનું બંધ કરી દીધું હતું. એરલાઈન્સે હજુ આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.