ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં તીડ એ હુમલો કર્યો છે. અને ખેડૂતોના પાકને નષ્ટ કરી રહી છે. ગુજરાત અને રાજેસ્થાનને અડીને આવેદ બોર્ડર પર હુમલો કરવા તીડ તૈયાર છે એવું સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલ કૃષિ સંસ્થાએ અગાઉ માહિતી આપી હતી. ત્યારે તંત્ર એ ધ્યાન ન આપ્યું અને તીડ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગઈ. ભારતમાં હાલ તીડના આક્રમણથી 34074 હેક્ટરના પાકને તીડથી ખતરો હોવાનું અનુમાન છે.
ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર તીડ હુમલો કરવાની છે આમ UN કૃષિ વિભાગ દ્વારા નવેમ્બર મહિનામાં જ આગાહી કરી હતી. ત્યારે કૃષિ મંત્રાલયના અધિકારીઓ ઊંઘતા રહ્યા. અમેરિકાએ તીડની આતંકી સેના હુમલો કરશે તેવી ચેતવણી આપી હતી તેને કેમ ધ્યાનમાં લેવામાં ના આવી. અને હવે જયારે તીડે ખેતરોમાં હુમલો કરી દીધો છે ત્યારે તીડના ખાતમા માટે જે ધારાસભ્યો હેલિકોપ્ટરથી દવા છંટકવાની વાત કરી રહ્યા છે. જો આ પગલું જયારે UNના કૃષિ વિભાગે આપેલ ચેતવણી પછી તરત ભરી લીધું હોત તો આજે ખેડૂતોને રડવાનો વારો ન આવ્યો હોત.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.