અમદાવાદ(Ahmedabad)માં કોરોના(Corona)ની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રીય આરોગ્ય વિભાગ(Central Health Department)ની ટીમ અમદાવાદ પહોંચી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ કુમાર અગ્રવાલે(Central health Scecretary Lav kumar agrawal) શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેન્દ્રની તેમજ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન(Ahmedabad municipal corporation)ની ટીમ સાથે મુલાકાત લીધી હતી.
મળતી માહિતી મુજબ, મિટિંગમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી લવ અગ્રવાલ નારાજ થઇ ગયા હતા. યોગ્ય જવાબ ન મળતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢી છે. લવ અગ્રવાલે કોઇ એક ડેટા કોઇ એક વ્યક્તિ આપે તેવી વાત કરી છે. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે અધિકારીઓ ગોળગોળ વાતો કરતા લવ અગ્રવાલ ભડક્યા હતા અને કહ્યું હતું કે મારો સમય ન બગાડો.
યોગ્ય જવાબ ન મળતા ભડક્યા લવ અગ્રવાલ

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે મહાનગર પાલિક આરોગ્ય અનેક પ્રશ્નો પૂછતાં તેના યોગ્ય જવાબ ન આપી શક્યા. તેમણે એ.એમ.સી.ના અધિકારી ભાવિન સોલંકીની જોરદાર ઝાટકણી કાઢી હતી. કેન્દ્રની ટીમે કન્ટેઇનમેન્ટ ઝોન એવા સેટેલાઈટ ટાવરની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે કહ્યું, ‘આ ફ્લેટમાં મે મહિનાથી કેસ આવતા હતા તો 19મી જૂને છેકે કન્ટેઇનમેન્ટ ઝોન કેમ જાહેર કર્યો?’ તેમણે ધનવંતરી રથમાં ટેસ્ટ અંગે પણ પૂછ્યું હતું. લવ અગ્રવાલે સવાલે કર્યો હતો કે, શુ રથ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉભો છે? રથમાં કોરોનાનાં ટેસ્ટ થાય છે?’
સાંજે સીએમ સાથે કરશે મુલાકાત

કેન્દ્રીય આરોગ્ય ટીમ આરોગ્ય વિભાગની ટીમ સાથએ કન્ટેનમેન્ટ ઝોનની લેશે મુલાકાત. લવ કુમાર અગ્રવાલ ડીડીઓ, પાલિકા અને કલેક્ટર સાથે મુલાકાત કરશે અને સાંજે સીએમ સાથે પણ મુલાકાત કરશે..બેઠક બાદ કન્ટેઇનમેન્ટ ઝોન, કઠવાડા તથા ધનવંતરી રથની મુલાકાત લઇ રહ્યાં છે. કેન્દ્રની ટીમ શહેરની હોસ્પિટલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : ઘરે જવા માટે વેઠેલી હેરાનગતિઓના કારણે સુરત પરત આવવા માટે કામદારોનો ઈન્કાર
