30 નવેમ્બરના રોજ એક કાર્યક્રમમાં અમિત શાહ, નિર્મલા સીતારમણ અને પિયુસ ગોયેલ પહોંચ્યા હતા ત્યાં કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજે આ મંત્રીઓને સંબોધતા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે. ‘અમારા ઉદ્યોગપતિ મિત્રો કઈ નહિ કહેશે. હું ખુલ્લીને કહી રહ્યો છું જયારે UPA-II સરકાર હતી ત્યારે અમે ખુલ્લીને કોઈ ની પણ આલોચના કરી સકતા હતા. તમે સારું કામ કરી રહ્યા છો પરંતુ તે છતાં અમને વિશ્વાસ નથી કે જો અમે ખુલ્લેઆમ તમારી આલોચના કરીએ તો, એ તમને ગમશે। હું પણ બોલી રહ્યો છું અને અને અમારી ઇન્ડસ્ટ્રીના લોકો હસી રહ્યા છે. વિચારી રહ્યા છે કે જોવો ચઢી ગયા એ સુલી પર’

આ નિવેદનની કેટલાક લોકો આલોચના કરી રહ્યા છે તો કેટલાક લોકો એની વાહ વાહી કરી રહ્યા છે તેમજ ભાજપના મંત્રીઓના પણ ટ્વીટ આવી રહ્યા છે આ વાત પર ત્યાં હાજર અમિત શાહ એ કહ્યું હતું કે “તમે કહ્યું એમ જો ભયનો માહોલ બન્યો હોય, તો અમારે તે માહોલને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, હું એટલું સ્પષ્ટ રીતે કહેવા માગીશ કે કોઈને પણ ડરવાની જરૂર નથી અને કોઈ ડરાવવા પણ માગતું નથી.”

આ ઘટના પછી ઉદ્યોગબજાર સાથે સંકળાયેલ વધુ એક નિવેદન સામે આવ્યું છે, બાયૉકોનનાં મુખ્ય નિર્દેશક કિરણ મજૂમદારે ટ્વીટ કરી લખ્યું હતું કે ‘સરકાર વપરાશ તથા વૃદ્ધિદર વધારવા માટે ઉદ્યોગજગતનો સંપર્ક કરશે તેવી આશા છે. ‘સરકારે અત્યાર સુધી અમારાથી અંતર જાળવ્યું છે. સરકાર અર્થતંત્રના મુદ્દે કોઈ ટીકા સાંભળવા નથી માગતી.’
રાહુલ બજાજના આ નિવેદન બાદ ગૃહમંત્રી અમિત શાહના જવાબ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણએ પણ ટ્વિટ કરી લખ્યું હતું કે ‘રાહુલ બજાજે સવાલ ઉઠાવ્યા હતા તેના જવાબ ગૃહમંત્રી અમિત શાહે આપી દીધા છે. સવાલ-ટીકા સાંભળવામાં આવી રહ્યાં છે અને તેનો ઉકેલ પણ લાવવામાં આવી રહ્યો છે. પોતાના વિચારનો પ્રચાર કરવાને બદલે જવાબ મેળવવાનો બહેતર ઉપાય શોધવો જોઈએ. આવા વિચારના પ્રસારથી રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચી શકે છે.’
આ અંગે કેન્દ્રીય ગૃહ અને શહેરી વિકાસમંત્રી હરદીપસિંઘ પૂરીએ ટ્વીટ કર્યું હતું, તેમણે લખ્યું હતું કે રાહુલ બજાજ અમિત શાહ સામે ઉભા રહીને નીડરતાથી પોતાની વાત કહી શકે છે અને બીજાઓને પણ પોતાની સાથે આવવાની અપીલ કરી શકે છે. એનાથી સાબિત થાય છે કે ભારતમાં અભિવ્યક્તિની આઝાદી બરકરાર છે. લોકતંત્રનું મૂલ્ય જીવિત છે અને ફળ-ફૂલી રહ્યું છે. એ જ તો લોકતંત્ર છે.
વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુસ ગોયલે પણ ટ્વીટ કરી લખ્યું હતું કે ‘રાહુલ બજાજ ના આ દાવા પર કે લોકો ખુલીને પોતાની વાતો કહેવાથી ડરે છે, અમિત શાહ શું જવાબ આપી રહ્યા છે જોવો તેઓ કહી રહ્યા છે. મને શંકા છે કે તા,તમારો સવાલ સાંભળ્યા પછી કોઈને એ વિશ્વાસ થશે કે લોકો ભયભીત છે.’
તો આ વાત અંગે કોંગ્રેસ તરફથી પણ વાર ચાલુ થઇ ગયા જેમાં કૉંગ્રેસના એક પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે ઘણા સમય બાદ ‘આર્થિક જગતમાંથી કોઈ વ્યક્તિએ સત્તા સામે કંઈક સત્ય બોલવાનું સાહસ કર્યું છે.’
તો પક્ષના એક વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, ‘ભારતના કૉર્પોરેટ જાહેરાતજગતમાં સૌથી પ્રસિદ્ધ ટૅગલાઇનોમાંથી એક છે ‘તમે બજાજને હરાવી ન શકો.’ અમિત શાહને પણ જાણ થઈ ગઈ કે તમે બજાજને ચૂપ ન કરાવી શકો.હમારે બજાજને બૅન્ડ બજા દીયા.’
આ અંગે સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ચર્ચાઓ ચાલુ થઇ ગઈ છે કોઈ બજાજને કોંગ્રેસનો વફાદાર ગણાવી રહ્યા છે તો કોઈ કહી રહ્યું છે કે હવે બજાજનાં ઉત્પાદનોના બહિષ્કાર કરવાની અને શૅર વેચવાની હાકલ પડે એની રાહ જુઓ.
