લોકડાઉનના 68 દિવસ પછી કેન્દ્ર સરકાર દ્વારા unlock-1 જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અનલોકને ત્રણ ચરણોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા મોટા ભાગના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે ધંધા રોજગાર તેમજ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જઈ શકે છે. ત્યારે અનલોકના પ્રથમ ચરણમાં બધું ખુલતા સુરત શહેર ફરી ધમધમતું થયું હતું. સાથે સુરતના અનેક વિસ્તારોમાં ટ્રાફિકનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.
શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિકનો જમાવડો જુ્ઓ વિડીયો
68 દિવસના લોકડાઉન પછી સરકાર દ્વારા અનલોક કરતા સુરતના અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જોવા મળ્યું, શહેરના અઠવાગેટ વિસ્તારમાંથી લઇ ચોકબજાર, ગોડદોડ રોડ, પાર્લેપોઈન્ટ, ઉધના દરવાજા, ટેક્સ્ટાઇલ રોડથી લઇ અડાજણ, પાલ જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિકનો જમાવડો થયો હતો. સાથે જ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, સુરતના દરિયાકાંઠે થી આટલા કિમી દૂર
