કલમ 370 હટાવવાના ભારતના આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને ફરી ચેતવણી આપી છે કે તે તેમની જમીન પર આશરો લઈ રહેલા આતંકીઓ સામે કાર્યવાહી કરે અને નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘુસણખોરોની મદદ કરવાનું છોડી દે.
આ અગાઉ પણ અમેરિકા પહેલા પણ કેટલી વાર આ વાત કહી ચૂક્યા છે. અમેરિકા હાઉસ ફોરેન અર્ફેસ કમિટી અને સેનેટ ફોરેન રિલેશન કમિટીને બુધવારે એક સંયુક્ત નિવેદનમાં આ વાત કહી છે.
નિવેદનમાં ભારતને પણ સલાહ આપવામાં આવી છે કે લોકતંત્રમાં પારદર્શિતા અને રાજનીતિ સહભાગિતા સૌથી મહત્વની છે. આશા છે કે ભારત સરકાર જમ્મુ કાશ્મીરમાં આ વાતોનું ધ્યાન રાખશે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. તો તેની આ જવાબદારી બને કે તે બધા નાગરિકોને મહત્વ આપે અને તેમના અધિકારોની રક્ષા કરે.
આ પણ વાંચો : સિંધુ કમાણીમાં પણ રેકોર્ડ બ્રેક, દુનિયાની ટોપ-15 મહિલા ખેલાડીઓમાં આ સ્થાન પર પહોંચી
ભારતના ઐતિહાસિક પગલાં પછી ઇમરાન દુનિયાભરના નેતાઓથી સંપર્ક કરી રહ્યા છે. સોમવારે એણે મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મુહમ્મદ અને તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તારિપ એડ્રોઆનની સાથે વાત કરી હતી.
પાકના એક અફસરના અનુસાર, વિદેશી મંત્રી શાહ મહમૂદ કુરેશી પણ જલદ જ કાશ્મીરની હાલત અને ભારતની સાથે સંબંધો પર ચર્ચા કરવા ચીન જવાના છે. પાક એ આ નિર્ણય કર્યો છે કે તે દુનિયાને જણાવશે કે કાશ્મીરથી કલમ 370 હટાવાનો નિર્ણય શું દુષ્પ્રભાવ લાવશે. તે આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) મા પણ ઉઠવાની તૈયારી કરી રહ્યા છે.
