હાલ સમગ્ર દેહમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે સરકાર દ્વારા ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દેશના ઘણા રાજ્યોમાં ડ્રોનનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે અમુક રાજ્યોમાં ડ્રોનનો ઉપયોગ મોનિટરિંગ સાથે દવાઓના છંટકાવ માટે પણ થઇ રહ્યો છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્ટાર્ટઅપ ‘ડ્રોન લેબ’એ હાલમાં દેશભરમાં ડ્રોન સ્ક્વોડ તૈયાર કરી છે.
દેશના 14 રાજ્યોમાં 302 જેટલા ડ્રોન એલર્ટ

જીટીયુ સ્ટાર્ટઅપ ઈનોવેશન કાઉન્સિલના સંશોધન અને ડ્રોન લેબના ફાઉન્ડર નિખિલ મેઠિયા અને કેવલ કેલાવાલાએ સ્ટાર્ટઅપ ‘ડ્રોન લેબ’ દ્વારા ઈન્ડિયન ડ્રોન એસોસિએસનના સંકલનથી દેશના 14 રાજ્યોમાં 302 જેટલા ડ્રોન એલોટ કરાયા છે. જ્યારે ગુજરાતના 16 જિલ્લા-તાલુકા મથકોમાં 32 ડ્રોનની મદદથી નજર રાખી રહ્યું છે. હાલ દેશમાં 1000 તેમજ રાજ્યમાં 300 જેટલા ડ્રોન છે.
ડ્રોન સ્ક્વોડ બનાવના નિખિલ મેઠિયાએ જણાવ્યુ હતું કે, ડ્રોન દ્વારા કોરોના મહામારી સામે લડત માટે લૉકડાઉનના અમલમાં ઉપયોગી કામગીરી હાથ ધરી છે. સ્ટાર્ટઅપ માટેની 10 લાખની ગ્રાન્ટ મેં ફાળવી છે.
