ઉત્તરાયણને ગણતરીના દિવસ બાકી છે.ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પતંગરસિયાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેઓ માટે ખુશીના સમાચાર એ છે કે પવનની દિશા છે તે ઉત્તર તરફની રહેશે અને 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. એટલે પવનની ગતિ મધ્યમ રહશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે ઠંડી અને પવનની ગતિ મધ્યમ હશે. જેના કારણે પતંગરસિયાઓ સરળતાથી પતંગો ચગાવીને પોતાની મઝા માણી શકશે. લો લેવલ પર 15 થી 20 કિલોમીટરની ઝડપે પ્રતિકલાકે પવન ફૂંકાશે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. 12 અને 13 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, 14મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે પતંગરસિયાઓ માટે ટેન્શન આપનાર આગાહી છે. ત્યારે 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે. તેમણે સોમવારે જણાવ્યું હતું કે, 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં વરસાદની શક્યતા છે.

આ દિવસોમાં મ.ગુજરાત, ઉ.ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી વધશે. ત્યારે 9, 10 અને 11 તારીખે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જાય તેવી શક્યતા છે. સાથે ઉ.ગુજરાત અને બનાસકાંઠામાં ખુબ જ ઠંડી પડે તેવી આગાહી કરાઇ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.