ચીનના વુહાન શહેરથી નીકળેલો વાયરસ વિશ્વના 18 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. હવે આ વાયરસ હોંગકોંગ પહોંચ્યો છે. જેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પણ પડી રહી છે. હોંગકોંગમાં સાવચેતીના ભાગરૂપે 3 માર્ચ સુધી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની અસર હીરા ઉદ્યોગને પણ થનારી છે.

હોંગકોંગ સુરતના હીરા ઉદ્યોગ માટે મુખ્ય વેપારીક સ્થળ બન્યું છે. સ્થાનિક તજજ્ઞોના મુજબ , સુરતમાં તૈયાર થતી જેમ એન્ડ જ્વેલરીનું કુલ 37 ટકા એક્સપોર્ટ હોંગકોંગમાં થાય છે. જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયા જણાવ્યું હતું કે, હાલ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં સારો વેપાર શરૂ થયો હતો. ચાઈના માર્કેટમાં આ વાયરસની અસરના કારણે વેપાર પર અસર થઇ રહી છે. માર્ચ માસમાં પણ હોંગકોંગમાં એક્ઝિબિશન થનારો હતો, તેવી ચિંતા છે. સુરતમાં તૈયાર થતા હીરાનું 37 ટકા એક્સપોર્ટ હોંગકોંગમાં થાય છે. જેમાં પણ ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડની જ્વેલરીનો મોટો વેપાર ત્યાં થાય છે. ત્યારે 3 માર્ચ સુધી વેપાર ખોરવાઈ ગયો છે.
