સંસ્કારી નગરી વડોદરાના પુસ્તક પ્રેમી, વિદ્યાર્થી અને શિક્ષકોના દિલ તૂટી ગયા જ્યારે તેમણે તેમના પ્રિય પુસ્તક વિક્રેતાના પુસ્તકો વડોદરાના મુશળધાર વરસાદમાં ભીના થતાં જોયા. પ્રદીપ કુમાર અગ્રવાલ, જેમણે શહેરના વિદ્યાર્થી,ટીચર, એલ્યુમની ઓફ MSU અને પુસ્તક પ્રેમીઓ ‘બુકવાલે ભૈયા’ કરીને સંબોધે છે.
શહેરના ફતેગંજ વિસ્તારમાં ફુવારા સર્કલની પાસે ફૂટપાથ પર પુસ્તકોનો ભંડાર લગાવીને પ્રદીપ બેસે છે. પ્રદીપ 31 જુલાઈના રોજ શહેરમાં ભારે વરસાદના કારણે વહેલાં સ્ટોલ બંધ કરી ઘરે જવા માટે નીકળી ગયા હતા. તેમણે વિચાર્યું ન હતું કે રાતભર શહેરમાં આટલો વરસાદ રહેશે અને તેમના સ્ટોલની હાલત જ ખરાબ થઇ જશે.

બીજા દિવસે પ્રદીપને આ વાતની જાણ થઈ ત્યારે તેમના બુક સ્ટોલની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી. તેમજ પાણીમાં ગરકાવ થયા બાદ પુસ્તકોની હાલત પણ સારી ન હતી. મુશળધાર વરસાદના કારણે તેમના સ્ટોલમાંથી 1000 જેટલી બુક્સ ખરાબ થઇ ગઈ છે.

મોટા નુકસાન પછી પણ અગ્રવાલે હાર માની ન હતી. પણ તેમની મદદ માટે દેશ-વિદેશમાં વડોદરાના પૂર્વ વિદ્યાર્થીઓએ મદદ મોકલી આપી હતી. જેના માટે સોશ્યિલ મીડિયાની મદદ લેવામાં આવી અને હાલમાં જ ક્રાઉડ ફંડિગથી ‘બુકવાલે ભૈયા’ ને હજારો રૂપિયાની સહાય આપવામાં આવી. જેથી તેમનો વ્યવસાય પુનઃ સ્થાપિત કરી શકે અને તેમના ગ્રાહકો સાથેના પ્રેમાળ સંબંધને બનાવી રાખે.

જો કે શરૂઆતમાં તેમણે આ મદદ સ્વીકારવાની ના પાડી હતી પરંતુ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ માત્ર એક વ્યક્તિ નહીં પણ તમામ જૂના વિદ્યાર્થીઓ તરફથી મદદ આપવામાં આવી છે ત્યારે તેમણે અચકાતા મને સહાય સ્વીકારી હતી. સોશ્યિલ મીડિયાની મદદ ‘બુકવાલે ભૈયા’ ને વ્યવસાય પુનઃ સ્થાપિત કરી શકે તેવો અનોખો આઇડિયા આવ્યો એ પણ એક સારી વાત છે.
મજબૂતી અને મોઢા પર સ્મિત રાખીને કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય. પોતાના જુસ્સાની ભાવનાને બનાવી રાખવા માટે લોકોની મદદ કરવા માટે હાલમાં ન્યૂઝ આયોગ તરફથી પણ એક મુહિમ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં તમે પણ ભાગ લઇ શકો છો. જેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.