ભારતીય સેનામાં ફરજ બજાવતા વડોદરાના એક જવાન કાશ્મીર ઘાટીમાં શહીદ થયા છે. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, કાશ્મીરના ઉધમપુર સેક્ટરમાં આવેલી અખ્નુર પોસ્ટ પર આતંકવાદીઓની સાથે મૂઠભેડમાં આરીફ શહીદ થયો છે.
જો કે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે, આરીફે આતંકવાદી જૂથ સાથેની અથડામણમાં કે પાકિસ્તાન સામેની ગોળીબારમાં શહીદ થયો તેની માહિતી મળી નથી. પણ છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લઘંન કરવામાં આવી રહ્યું છે. જેથી સરહદ વાતાવરણ તંગ રહ્યું છે.

24 વર્ષીય આરીફ પઠાણ મોહમ્મદ શફી વડોદરના નવાયાર્ડ રોશન નગરમાં રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી આરીફનું કાશ્મીરમાં પોસ્ટિંગ હતું. આરીફના શહીદ થયના સમાચાર સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચી રહ્યા છે.
હાલમાં સેના દ્વારા આરીફનું પાર્થિવ શરીર તેમના વતન લાવવાની તૈયારી સેના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ વડોદરા ખાતે સંપૂર્ણ સૈન્ય સમ્માન સાથે તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.