એક તરફ સરકાર દ્વારા પાણી માટે કોઈ તકલીફ ન થશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વલસાડના એક ગામની તસ્વીરે તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. પાણીના સમૃદ્ધ વિસ્તારમાં જ પાણીની અછત જોવા મળી રહી છે.
આ પણ વાંચો : #Exclusive : 23 એપ્રિલે મતદાન પૂર્ણ થવાની સાથે જ કેમ ગુજરાતમાં પાણીની સમસ્યા સામે આવી ?
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોરવડ ગામમાં પાણીના માટે લોકો મોડી રાત્રે ઉજગરાં કરવા પડી રહ્યા છે. લોકોએ એક બેડું પાણી મેળવવા માટે આખી રાત જાગરણ કરવું પડે તેવી સ્થિતિ બની છે. તેમજ ગામ લોકોને માત્ર પીવા પુરતુ પણ જરૂરી પાણી મળી રહ્યું નથી.
ખાસ વાત એ છેકે વલસાડ જિલ્લામાં આ વર્ષે 100 ટકાથી પણ વધુ વરસાદ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. તેમ છતાં હજી તો ઉનાળીની શરૂઆતમાં જ પાણી માટે લોકોએ વલખાં મારવા પડે તેવી સ્થિતિ બની રહી છે. તેમજ એક બેડું ભરવા માટે 2 કલાકથી પણ વધુ સમય રાહ જોવી પડે છે.
આ તરફ સ્થાનિક લોકો દિવસ દરમિયાન ખેત મજૂર તરીકે કામ કરી રાત્રીના સમયમાં ઘરની મહિલાઓ પાણી માટે રાહ જોતી રહે છે. કૂવાનું પાણી બોરનું પાણી પણ જમીન લેવલથી ઘણું નીચે પહોંચી જતાં સ્થિતિ વિકરાળ બની રહી છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.