બુલ્ગારિયાના ભવિષ્યવક્તા બાબા વેન્ગાએ 2020ને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. બાબા વેન્ગાનું સાચુ નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતુ. તેઓ 1911માં જનમ્યા અને 1966માં તેમનું નિધન થયુ હતુ. 12 વર્ષની ઉંમરે બાબા વેન્ગાએ તેમની આંખો ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેમને અહેસાસ થયો કે ભગવાને તેમને વસ્તુઓ પહેલા જ જોવાની એક શક્તિ અર્પી છે.
2020 માટે બાબા વેન્ગાની ભવિષ્યવાણી

બુલ્ગારિયાના ભવિષ્યવક્તા બાબા વેન્ગાએ મરતા પહેલા 85 વર્ષની ઉંમરમાં 2020 માટે કેટલીક ભવિષ્યવાણી કરી છે. બાબા વેન્ગાના મુજબ યુરોપમાં 2020માં મુસ્લિમ કટ્ટરપંથીઓ ચરમસીમા પર હશે. ભવિષ્યવાણી મુજબ યુરોપમાં રાસાયણિક હુમલાની પણ ચેતવણી આપવામાં આવી છે. એ દરમિયાન યુરોપીય મહાદ્વીપનું અસ્તિત્વ પોતાના અંત તરફ આગળ વધી જશે. વેન્ગાએ 2020માં યુરોપના આર્થિક પતન અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ હત્યાના પ્રયાસો અંગે અર્પણ ભવિષ્યવાણી કરી છે. એમણે જણાવ્યું કે પુતિન પર સંકટ એમના દેશ માંથી જ આવી શકે છે.

ભવિષ્યવેતા વેન્ગા અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ રહસ્યમયી બીમારી થઈ શકે છે જેના કારણે તેઓ બહેરા થઇ શકે છે અને એમના મગજ પર પણ અસર પડશે. વેન્ગાનું કહેવું છે કે 2020માં સમગ્ર દુનિયામાં ભારે ઉથલ પાથલ મચી જશે. પ્રલય અને કુદરતી સંકટ આવશે. લોકોની માનસિક સ્થિતિમાં પરિવર્તન આવશે. વેન્ગાનું કહેવું હતું કે 2020માંમુશ્કેલીનો સમય આવશે લોકોને ધર્મના નામે વિભાજીત કરી દેવાશે, હાલ જોવા જાવ તો તેમની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડતી લાગે ભારત સહિત દુનિયાના કેટલાયે ક્ષેત્રે આવો જ સમય ચાલી રહ્યો છે.

ભવિષ્યવાણી અનુસાર 2020માં કેટલીક વિનાશકારક ઘટનાઓ થશે જે માનવતા પણ બદલી દેશે અને લોકો માત્ર પોતાના માટે જ વિચારવાનું શરૂ કરી દેશે. ભવિષ્યવાણી મુજબ બ્રહ્માંડમાં જીવનની શોધ કરવામાં આવશે એ વાતની જાણ થશે કે પૃથ્વી પર જીવન પહેલી વખત કેવી રીતે આવ્યુ. વેન્ગા અનુસાર 2020માં ત્રણ દિગ્ગજ દેશ એક સાથે આવીને સમગ્ર દુનિયા પર રાજ કરશે. 2020માં ચીન એક મહાશક્તિ તરીકે સ્થાપિત થશે. આ ત્રણ મહાન દેશ એટલે ચીન, ભારત અમાંને રશિયા હોઈ શકે છે.
બાબા વેન્ગાની અત્યારસુધીની ભવિષ્યવાણી

બાબા વેન્ગાએ ઘણા પ્રકારની ભવિષ્યવાણી કરી છે જેમાંથી મોટાભાગની ભવિષ્યવાણી સાચી પડી છે. જેમાંથી સોવિયેત સંધનું વિભાજન, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના થયેલ હુમલો, રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને પ્રાકૃત્તિક મુશ્કેલીઓ જેવી કેટલીક વસ્તુઓ તેમણે થવા પહેલા જોઈ લીધી હતી. ઉંચો બાબા વેન્ગાએ 2004માં સુનામી, આફ્રીકી અમેરિકી મુળના વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે અને ચરમપંથી ધર્મની ભવિષ્યવાણી કરી હતી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.