રશિયાએ યુક્રેન પર હુમલા કર્યો છે. આ સાથે રશિયાએ રાજધાની કિવમાં સવારે ત્રણ હુમલા કર્યા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ સેનાને યુદ્ધમાં ઉતારવાનું એલાન આપ્યું છે. એમની સેનાએ 30 હજાર રશિયન ટેન્કો તબાહ કરી દીધા હોવાનો દાવો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી પોતે યુદ્ધ મોરચામાં ઉતરી ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી પોતે યુદ્ધ મોરચે પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિએ એ વિસ્તારની મુલાકાત લીધી જ્યાં રશિયન સેનાએ હુમલો કર્યો છે.
વોલોદીમીર ઝેલેન્સ્કીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તેઓ કોઈ સૈનિક જેવા નજર આવી રહ્યા છે. ઝેલેન્સ્કી સેનાનો યુનિફોર્મ પહેરે છે અને સૈનિકો વચ્ચે પરિસ્થિતિનો તાગ લેતા જોવા મળે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ દેશના સૈનિકોને પ્રોત્સાહિત કર્યા અને રશિયાને જોરદાર જવાબ આપવાનો પ્રયાસ કર્યો. શુક્રવારે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે દુનિયાએ આપણને યુદ્ધમાં લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે દેશ છોડવાના અહેવાલોને નકારી કાઢ્યા.