હાલમાં નિર્દેશક સુજોય ઘોષે ‘કહાની 3 ‘ ને લગતું ટવિટ કર્યું છે. વિદ્યા બાલનની અને નિર્દેશક સુજોય ઘોષની ફિલ્મ ‘કહાની’ સુપર હિટ રહી હતી. તેમજ આ ફિલ્મની ક્રિટિક્સે પણ પ્રશંસા કરી હતી. ફર્સ્ટ ફિલ્મ સુપર હિટ જતા ફર્સ્ટ ફિલ્મ સાથે જોડાયેલો બીજો પાર્ટ એટલે ‘કહાની 2’ પણ રિલીઝ કરવામાં આવી હતી. જે વિદ્યા બાલન દ્વારા જ અભિનીત હતી. બંને ફિલ્મો સપેન્સ અને થ્રિલ્સથી ભરપૂર હતી. પણ ‘કહાની 3’ સાથે જોડાયેલી બાબતમાં એમને કહી દીધી.
નિર્દેશક સુજોય ઘોષે ટવિટર પર લખ્યું કે, ‘કહાની 3 આ હશે કે વિદ્યા બાગચી વોડાફોનનું નેટવર્કને શોધતી હશે અને એવું પણ થઇ શકે કે નેટવર્કને શોધતા શોધતા કહાની 4 માં પણ પહોંચી જાય…’
સુજોય ઘોષના આ ટવિટની સાથે જ અનેક લોકોએ મોબાઈલ નેટવર્કની સમસ્યા ઉપર અનેક હાસ્યાસ્પદ એવા ટ્વીટ્સ કર્યા છે.
