કાનપુર એન્કાઉન્ટર(Kanpur Encounter)નો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે(Vikas Dubey)ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એન્કાઉન્ટરના સાતમા દિવસે વિકાસને મધ્ય પ્રદેશ(MP)ના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે તેણે પોતેજ સ્થાનિક મીડિયા અને પોલીસ સામે સરેન્ડર કર્યું છે. પોલીસને સરેન્ડર કર્યા પછી પણ કોઈ અસર જોવા મળી નહિ અને મીડિયા સામે બૂમો પાડવા લાગ્યા, ‘…હું વિકાસ દુબે છું…કાનપુર વાળો’
આજે સવારે વિકાસ ડૂબે મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો હતો અને સવારે 9:55 વાગ્યે મંદિર સામે પોતાના નામના બૂમો પાડવા લાગ્યો. ઘટના સ્થળ પર બોલાવવામાં આવી, જણાવવામાં એ પણ આવી રહ્યું છે કે એને મંદિર બહાર ઉભી રહી પોતાના નામના બૂમો પાડ્યા, પછી લોકોએ પોલીસ ને બોલાવી.
સ્થાનીય મીડિયા સાથે સ્થાનીય પોલીસ પણ મહાકાલેશ્વર મંદિર પહોંચી અને વિકાસ દુબેની ધરપકડ કરી લીધી. એ જ દરમિયાન તેણે બૂમ પાડી,..’હું વિકાસ ડૂબે છું… કાનપુર વાળો’ જયારે પોલીસ વિકાસ દુબેને પકડીને મહાકાલ પોલીસ સ્ટેશનમાં લઇ જઈ રહી હતી. એ જ દરમિયાન તે બુમે પાડી રહ્યો હતો.
કેવી રીતે ઉજ્જૈન પહોંચ્યો દુબે?
તમને જણાવી દઈએ કે કાનપુરની ઘટના પછી વિકાસ દુબે ભાગી ગયો હતો. ત્યાર પછી હરિયાણા અને ફરીદાબાદમાં જોવા મળ્યો હતો. ફરિદાબાદના એક હોટેલના CCTV કેમેરામાં વિકાસ દુબે દેખાયો હતો. પરંતુ ત્યાંથી તે ફરાર થઇ ગયો. એના બધા સાથીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિકાસ દુબે સતત ભાગી રહ્યા હતા. પહેલા એના નોયડા અને પછી રાજસ્થાન જવાની વાત કરવામાં આવી રહી હતી. એવામાં પોલીસએ NCRમાં સતત રેડ કરી. પરંતુ વિકાસ દુબે ત્યાં પણ નહિ મળ્યા. હવે સાત દિવસ પછી એ ઉજ્જેનથી મળ્યો હોવાની ખબર આવી.
એની ગેંગના 5 બદમાશોનું એન્કાઉન્ટર કરાયું
અત્યાર સુધી વિકાસ ગેંગના 5 લોકો એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. પોલીસે 8 જુલાઈબુધવારે જ વિકાસના અંગત અમર દુબેનું પણ એન્કાઉન્ટ કરી દીધું હતું. જે હમીરપુરમાં છુપાયો હતો.
આ પણ વાંચો : PM મોદી આજે ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં સંબોધન આપશે
