કોરોના વાયરસ(corona virus) દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. શરૂઆતથી જ કોરોના વાયરસથી બચવા સોશિયલ ડિસ્ટન્સ(social distance) અને માસ્ક(mask) પહેરવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે માસ્ક ન પહેનારાઓ વિરુદ્ધ સરકાર હવે કડક કાર્યવાહીના મૂડ દેખાઈ રહી છે. ઝારખંડ કેબિનેટે(jharkhand cabinet) ગુરુવારે સંક્રમણ રોગ અધ્યાદેશ 2020 પસાર કર્યો છે, જે મુજબ કોરોનાના નિયમોનો ભંગ કરવા અને માસ્ક ન પહેરવા પર 1 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ સુધીની સજા થઇ શકે છે. રોગ અધ્યાદેશ 2020 મુજબ, સુરક્ષા પ્રોટોકૉલનું ઉલ્લંઘન કરનારા અને માસ્ક ના પહેરનારાઓને 1 લાખ રૂપિયાનો દંડ થશે અને કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે છે કે માસ્ક નથી પહેરે તો તેને 2 વર્ષ સુધી જેલની સજા થઇ શકે છે.
ઝારખંડમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ

ઝારખંડમાં કોરોના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે ઝારખંડમાં કુલ દર્દીઓની સંખ્યા 6485 છે, જેમાં 64 લોકોનાં મોત થઈ ચુક્યા છે. અત્યાર સુધી 3024 દર્દી ઠીક થઈ ચુક્યા છે, જ્યારે 3397 એક્ટિવ કેસ છે. છેલ્લા કેટલાક દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.
હોસ્પિટલોમાં નથી જગ્યા
કોરોનાના વધતા કેસોને લઇ સરકારી હૉસ્પિટલોમાં જગ્યા નથી. સરકાર હવે આઇસોલેશન વોર્ડ બનાવવા માટે પ્રાઇવેટ હૉસ્પિટલો અને બૈંકેટ હૉલનો ઉપયોગ કરશે. જો કે સરકારનાં આ નિર્ણયનો રાંચીનાં સ્ટેશન રોડ પર રહેનારા લોકો વિરોધ કરી રહ્યા છે. રાંચીનાં સ્ટેશન રોડ પર રહેનારા 200 પરિવારોએ સરકારનાં નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આઇસોલેશન વૉર્ડને ક્યાંક બીજે બનાવવામાં આવે. લોકોનું કહેવું છે કે સરકાર તરફથી કોરોના દર્દીઓ માટે આઇસોલેશન વૉર્ડ રહેણાંક વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : WHOએ કહ્યું, 2021 સુધી કોરોનાની વેક્સીનની કોઈ આશા નથી, જાણો શું છે કારણ
