વીર નર્મદ યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએટમાં એકથી પાંચ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં એકથી ત્રણ સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ પરીક્ષામાં ચોરી કરતા 1600 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે રૂ.500નો દંડ કર્યો છે.
યુનિવર્સિટીએ અંડર ગ્રેજ્યુએટમાં સેમ. 1થી 5 અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં સેમ. 1થી 3ની પરીક્ષા ઓનલાઇન લીધી હતી. જેમાં ઘણાં વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયા હતા. જેમાં કોઇ વિદ્યાર્થી હેડ ફોન લગાવીને બેઠો હતો તો કોઇ મોબાઇલ લઇને બેઠો હતો. એટલું જ નહીં, કોઇ વિદ્યાર્થીના હાથમાં સાહિત્ય પણ દેખાય આવ્યું હતું. ઉપરાંત કોઇ વિદ્યાર્થી બીજાને પુછતા પણ પકડાયો હતો. આમ, આવા પ્રકારની ગેરરીતિના કિસ્સા યુનિવર્સિટીના કંટ્રોલ રૂમના 60 પ્રોક્ટરોએ પકડી પાડ્યા હતા. 1930 વિદ્યાર્થીને નિદોર્ષ જાહેર કર્યા છે.
વિદ્યાર્થીઓ હવે પછીની પરીક્ષા આપી શકશે
સપ્ટેમ્બર સુધીમાં અમારા પ્રોક્ટરોએ સ્ક્રિનશોર્ટ લઇને ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડયા છે. જેમાં ગેરરીતિ કરતા શંકાસ્પદ 3530 વિદ્યાર્થીઓ પકડાતા ફેક્ટે તપાસ કરી હતી. જેમાંથી 1600 વિદ્યાર્થીઓની ગેરરીતિ સાબિત થઈ છે. જેથી સિન્ડિકેટે આ ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવાની સાથે 500નો દંડ કર્યો હતો. જો કે, આ વિદ્યાર્થીઓ સિન્ડિકેટ હવે પછીના સેમેસ્ટરમાં પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી છે. – ડો. કિશોરસિંહ ચાવડા, વાઇસ ચાન્સેલર, VNSGU