વૈજ્ઞાનિકોનુ માનવું છે કે રોજ થોડી કસરત કરવાથી અમુક ઉંમર પછી મેમરી રિકોલ(યાદદાસ્ત) અને બદલાતાં વ્યવહારને તે સારું રાખી શકે છે. હાવર્ડ મેડીકલ સ્કૂલના રીસર્ચમાં દાવો કર્યો છે કે રોજ 8900 પગલાં ચાલવાથી ‘અલ્ઝાઇમર’ની સમસ્યાને ઓછી કરી શકાય છે. 182 લોકો પર રિસર્ચ કરવાથી આ વાત સામે આવી છે.
- જામા ન્યૂરોલોજી જર્નલમા પ્રકાશિત રિસર્ચ અનુસાર એવા લોકો જેમની રિકોલ મેમરીમા સમસ્યા થાય છે તેઓ માટે રોજે ચાલવું ફાયદાકારક છે. ઝડપથી ઘટતી યાદદાસ્ત એટલે અલ્ઝાઇમર, જે વધતી ઉંમરની બિમારી છે.
- વૈજ્ઞાનિકોનું કેહવું છે કે મગજમા એમિલોય્ડ બીટા નામનુ પ્રોટીનનું સ્તર વધવાથી આવી સ્થિતિ સર્જાઈ છે. હાવર્ડ મેડીકલ સ્કૂલના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર જસમીર ચટમાલના અનુસાર શારીરિક ગતિથી યાદદાસ્તને સુધારવાની સાથે બ્લડ પ્રેશર, મોટાપા, સ્મોકિંગ,ડાયાબિટીસ જેવા ખતરા પણ ઓછા કરી શકાય છે.
- રિસર્ચમાં જોડાયેલા 182 લોકો એવા હતા જેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા અને યાદદાસ્ત ગત સાત વર્ષમા બે વાર ચકાસવામા આવી હતી. તેમના પગ પર નજર રાખી શકે તેવું પેડોમિટર પહેરાવામાં આવ્યું અને 7 દિવસ સુધી રોજ ચાલવાનો પ્રભાવ જોવામા આવ્યો.
- રિસર્ચમા જોડાયેલા બધાજ લોકોના મગજને સ્કેન કરી એમિલોય્ડ પ્રોટીનનું સ્તર જોવામાં આવ્યું. રિસર્ચના અનુસાર ગત કેટલા રિસર્ચમાં આ સામે આવ્યું છે કે કસરતના કારણે આ પ્રોટીનના સ્તરને વધવાથી રોકી શકાય છે. આવા લોકો જે પહેલાથી જ સક્રિય છે એમના મગજની કોષિકાઓમાં ખામી નથી આવતી અને એમિલોય્ડ બીટા પ્રોટીન નિયંત્રિત રહે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.