જો એક્સપર્ટનું માનવામાં આવે તો જીન્સને 6 મહિનામાં એકવાર ધોવું જોઇએ. આ સાંભળીને ઘણા લોકો હેરાન થઇ જશે પરંતુ સત્ય આ જ છે. જીન્સને ધોવાથી તેની ક્વોલીટી ખરાબ થઇ જાય છે. એટલે આજે અમે તમને જણાવીશું જીન્સને કેવી રીતે કરવું જોઇએ સાફ….
1. વારંવાર ન ધૂઓ
જીન્સને વારંવાર ધોવાથી તે પોતાનો રંગ અને મજબૂતી ગુમાવી દે છે. તેથી તેને બે-ત્રણ વખત પહેરીને ધૂઓ. તેને ત્યારે જ ધોવો જ્યારે તે ખૂબ જ ગંદુ થઇ ગયું હોય અથવા તેના ઉપર કિચડ લાગી ગયો હોય. નવા ડેનિમ્સને તો 6 મહિના બાદ જ ધોવા જોઇએ જેથી તેની ડાઇ યોગ્ય જગ્યા પર ફેડ થઇ શકે અને તે વધારે આકર્ષક લાગે.
2. તેને ક્યારેય ડ્રાય ક્લિન ના કરાવો
ભૂલથી પણ તમારાં જીન્સને ડ્રાય ક્લિનરની પાસે ના લઇ જાવ. ડ્રાય ક્લિનિંગમાં કેમિકલ્સનો ઉપયોગ થાય જે તમારા જીન્સને બેસિક ફેબ્રિક્સને ખરાબ કરી દે છે અને સાથે સાથે તેની મજબૂતીને પણ ઘટાડી દે છે.
3. બહાર હવામાં સૂકવો
જીન્સને સૂકવવામાં ઘણો સમય લાગે છે પરંતુ તેને વોશિંગ મશીનના બદલે ખુલ્લી હવામાં સૂકવવું વધારે યોગ્ય છે, કારણ કે આવું કરવાથી તે વધારે સમય ચાલે છે.
4. ઠંડા પાણીમાં ધોવો
જો તમારે તેને ધોવાની જરૂર પડે તો તેને હંમેશા ઠંડા પાણીમાં ધોવો. ગરમ પાણી જીન્સને સંકોચી દેશે.
5. માત્ર હાથથી ધોવો
હાથથી ધોવાના કારણે તમારાં જીન્સ ઉપર કોઇ પણ પ્રકારના harsh movements ના થાય. ઉપરાંત ક્યારેય સ્ક્રબ અથવા બ્રશનો ઉપયોગ ના કરો.
6. mild detergentનો ઉપયોગ
એક mild detergent તમારાં જીન્સના રંગને જાળવી રાખીને સાફ કરે છે. તમારાં જીન્સને હંમેશા ઉંધુ રાખીને ધૂઓ, ધોતા પહેલા તેમાં 2 ચમચી મીઠાંવાળા પાણીમાં પલાળવાનું ના ભૂલો, તે તમારાં જીન્સના રંગને જાળવી રાખશે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.