હાલ મંદીના માહોલ વચ્ચે પતંગ દોરી પર પણ ખુબ મોટી અસર જોવા મળી છે. વેપારીઓ કહે છે લોકો પાસે પૈસા જ નથી. જ્યાં લોકો વેઇટિંગમાં ઉભતા હતા ત્યાં હાલ વેપારીઓ રાહ જોઈ બેઠા છે. આ મંદીને લઇ વેપારીઓને લાખોનું નુકસાન થઇ રહ્યું છે. વેપારીઓ સુરતી પેટન્ટ માંજાનું વેચાણ વધારવા કંપનીઓ ઓફર આપી રહી છે. સુરત સહીત સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત એવા ભગવાન માંજાના માલિક પ્રકાશભાઈ પાસે માહિતી મેળવી હતી.
બજારમાં સુરતી પેટન્ટ માંજાનું વેચાણ વધે તે માટે પાંડા, ગેંડા, સાંકળ 8, એ. કે. 56 જેવી અલગ અલગ પ્રકારની દોરી બજારમાં છે. જયારે આ જુદી જુદી કંપનીઓએ આ પ્રકારની દોરીનું વેચાણ વધારવા 20થી 500 રૂપિયા કેશબેક ઓફર આપી છે. ચાઈનીઝ દોઈ પર સરકાર દ્વારા બેન મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાઈ જવાનો ભય રહે છે.ત્યારે વેપારીઓએ આ દોરી સામે સુરતની દોરીઓનું વેચાણ શરૂ કરિયું છે

તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે વેપાર ન હોવાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે. હવે બચેલા દિવસો માં વેચાણ થાય એવું આશા છે અમારે હાલ 20 માણસો નવરા છે. આવા ખરાબ દિવસો અમે કયારેય નથી જોયા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.