ઓડીસાના ગંજમ જિલ્લાના લોકોને એક ખાસ ઓફર આપવામાં આવી છે. એમને કહેવામાં આવ્યું છે કે જો તેઓ ભૂતનો એડ્ડ્રેસ આપશે તો તેઓને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ એલાન ગંજમ જિલ્લાના કલેક્ટર વિજય અમૃત એ કર્યું છે.

ખરેખર, હાલમાં જ ગંજમ જિલ્લામાં મન ને વિચલિત કરવા વારી એક ઘટના સામે આવી હતી. જિલ્લામાં ગોપાલપુર ગામમાં 6 વ્યક્તિઓ પર આક્ષેપ લાગ્યા હતા કે તેઓ કાળા જાદુનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આ લોકોને ગામવાસીઓએ ખરાબ રીતે માર્યા હતા. એમના દાંત તોડી નાખ્યા હતા અને તેમને માણસોનું મણ મૂત્ર ખવડાવવામાં આવ્યું હતું.
એ ઉપરાંત ગંજમ જિલ્લામાં ઘણા બીજા વિસ્તારોમાં પણ આ પ્રકારની ઘટના પહેલા બની ચુકી છે. ગંજમ ઉપરાંત ઓડિસાના બીજા જિલ્લાઓમાંથી પણ આ પ્રકારની ખબર સામે આવી હતી. મતલબ જાદુ ટોના અથવા ડાયન હોવાની શંકામાં લોકોને મારવાનું અને હત્યા કરી દેવાની ઘટનાઓ.

આ બધી ભયજનક ઘટનાઓ પર કલેક્ટનું નિવેદન સામે આવ્યું છે. લોકોના મનના અંધવિશ્વાસના વિરુદ્ધ જાગૃતતા લાવવા ના હેતુથી વિજય અમૃત કુંગલે કહ્યું કે,
‘જો કોઈ આ સાબિત કરે છે કે ભૂત હોય છે અથવા આ અંધવિશ્વાસની પ્રથાઓને સાચી સાબિત કરે, તો હું એ વ્યક્તિને 50 હજાર રૂપિયા આપીશ.’
