કોરોના વાયરસ(Corona virus)થી બચવા માટે સૌથી વધુ જરૂરી કઈ હોય તો શરીરમાં ઇમ્યુનિટી(Imunity) એટલે બીમારીની સામે લડવાની ક્ષમતા. કારણ કે નબળી ઈમ્યુનિટીવાળા લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી રહ્યા છે. તે ઉપરાંત તેમને મૃત્યુનું પણ જોખમ છે.બાળકો, વૃદ્ધો અને ડાયાબિટીસ, હૃદયની બીમારીના દર્દીઓની ઈમ્યુનિ સિસ્ટમ વધારે નબળી હોય છે. તો આવી સ્થિતિમાં શરીરની ઈમ્યુનિટી વધારવા માટે આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
શરીરમાં ઇમ્યુનીટી વધારવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
ઇમ્યુનીટી એક બે દિવસમાં શરીરમાં નથી આવી જતી. તેના માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે. દિલ્હીની મેક્સ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને ઓર્થોપેડિક ડોક્ટર અખિલેશ યાદવના જણાવ્યા પ્રમાણે, સવારે સૌથી પહેલાં મોર્નિંગ વોક અથવા યોગા કરો. ત્યાર પછી નાસ્તો કરવો. હાથ પગ ખુલ્લા રાખી તડકામાં થોડીવાર બેસવું.

ડોક્ટર અખિલેશના જણાવ્યા પ્રમાણે, પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાની ઊંઘ જરૂરી છે. ગરમીમાં સવારે 5થી 6 વાગ્યાની વચ્ચે અને શિયાળામાં 6થી 7 વાગ્યાની વચ્ચે ઉઠવું. ઓછી ઊંઘથી શરીરમાં કાર્ટિસોલ નામના હોર્મોનનું લેવલ વધી જાય છે. આ હોર્મોન ન માત્ર તણાવ વધારે છે, પરંતુ આપણી ઈમ્યુનિટી સિસ્ટમને પણ નબળી કરે છે.
સૂર્યના પ્રકાશમાંથી મળતા વિટામિન- D કોરોનાની સામે લડવામાં મદદગાર, તે T- સેલનું નિર્માણ કરવામાં મદદ કરે છે
હુંફાળું પાણી પણ ઈમ્યુનિટી વધારવા માટે અસરકારક છે, તેનાથી પાચન અને મેટાબોલિઝ્મ સારું રહે છે
