સુનિલ શેટ્ટી બોલિવૂડના એક એવા સ્ટાર છે જેણે એમના અભિનય અને એકશનથી એક અલગ છાપ છોડી છે. તેમનું નામ પણ બોલિવૂડના અમીર સ્ટાર્સની લિસ્ટમાં આવે છે. સુનિલ શેટ્ટીએ ફિલ્મોમાં પણ કેટલી વાર પૈસા વાળા વ્યાપારીનો રોલ કર્યો છે, તેમજ રીયલ લાઈફમાં પણ તેમની કમાણી કઈ ઓછી નથી અને આમા તેમની વાઈફ માના શેટ્ટીનો પણ મોટો હાથ છે.
સુનિલ શેટ્ટીના પત્ની, માના શેટ્ટીની જુદી-જુદી ઓળખ છે અને તેઓ એક સુપરવુમન કરતા ઓછા નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેઓ એક જ સમયે કેટલા બધા બિઝનેસ સંભાળે છે. તેઓ ફક્ત એક સફળ બિઝનેસવુમન નહીં પરંતુ સફળ સમાજ સેવક અને રીયલ એસ્ટેટના રાણી પણ છે.

માના શેટ્ટીએ તેમના પતિ સાથે મળીને એક રીયલ પ્રોજેક્ટ S2 લૉન્ચ કર્યો છે જેમાં તેઓએ મુંબઈમાં 21 લક્ઝરી વિલા બનાવ્યા જે 6500 sq ft ધરાવે છે. તેઓ એક લાઇફસ્ટાઇલ સ્ટોર પણ ચલાવે છે જ્યાં ડેકોરેશનથી લઇ રોજિંદાની લક્ઝરી વસ્તુઓ પણ ઉપલબ્ધ છે.

માના શેટ્ટી એક NGO ‘Save the Children India’ સાથે પણ જોડાયા છે. સમયાંતરે તેઓ એક્ઝિબિશન ‘Arshis’ રાખે છે જેથી તેઓ જરૂરીયાત છોકરીઓ તેમજ મહિલાઓ માટે ફંડ ભેગુ કરી શકે.

ઈન્ટરનેટના ડેટા અનુસાર, સુનિલ શેટ્ટી એક વર્ષમાં 150 કરોડથી વધારેની કમાણી કરે છે. તેમની પાસે એકથી વધુ ફ્લેટ, કાર, બાઈક, રેસ્ટ્રોરન્ટ છે સાથે તે એક પોતાનુ પ્રોડકશન હાઉસ પણ ચલાવે છે. જયારે તેમની વાઈફ કમાણીમાં તેમનાથી બે પગલા આગળ છે.
