બોલિવૂડ એક્ટર ઋતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘વોર’ 2 ઓક્ટોબર મતલબ આજે રિલીઝ થવા જઈ રહી છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઈને બોક્સ ઓફીસ પર સારા રીવ્યુ મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા પછી આ મુવીને લઇ નેગેટિવ વ્યૂ પોઇન્ટ આવી રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ જયારે ફિલ્મના ગીત રિલીઝ થયા અને પ્રોમોશન શરુ થયું તો સારો રિસ્પોન્સ મળ્યો. ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે પરંતુ લોકો હજુ પણ કન્ફ્યુઝડ છે કે આને જોવી જોઈએ કે નહિ.

અહીં એવી 5 બાબત જણાવી છે કે તમારે મુવી કેમ જોવી જોઈએ
1. ઋતિક રોશન vs ટાઇગર શ્રોફ
બોલિવૂડના એવા બે અભિનેતા જે તેમના એકશન અને દમદાર ડાન્સ માટે ઓળખાય છે. બંનેને પહેલી વાર સ્ક્રીન પર સાથે લાવવામાં આવ્યા છે. ફક્ત એક સાથે પરદા પર આવવા સુધી નહીં પરંતુ બંનેનુ ફેસ ઓફ દર્શકોને જોવા મળશે. ટ્રેલરથી એક વાત સાફ છે કે ફિલ્મમાં જબરદસ્ત એકશન જોવા મળશે. જો તમે એકશન ફિલ્મના શોખીન છો તો તમે મુવી જોવા જઈ શકો છો.
2. ફરી નેગેટિવ અવતારમાં ઋતિક
ઋતિક રોશન ધૂમ 2 માં નેગેટિવ રોલ કરતા નજરે પડ્યા હતા. ત્યાર બાદ તેને કઈ પ્રકારના કિરદાર નિભાવ્યા અને હવે લાંબા સમય પછી એક વાર ફરી તે નેગેટિવ રોલમાં નજરે આવશે. એક વાર ફરી ઋતિક જબરદસ્ત એકશન મોડમાં હશે અને ટ્રેલર રિલીઝ થવા પછી એ પણ સાફ થઇ ગયું છે કે તેમનું કિરદાર એક એવા દેશભક્તનું હશે જે પછી દેશની જ ખિલાફ થઇ જશે.

3. ગુરુ-શિષ્યની કેવી છે કેમિસ્ટ્રી
આ વાતથી તો બધા જાણીતા જ છે કે ટાઇગર શ્રોફ, ઋતિક રોશનને પોતાનો ગુરુ માને છે. તેને ઋતિકને પહેલાથી જ પોતાનો આઇડલ માન્યો છે અને તે તેની સાથે કામ પણ કરવા ઈચ્છતો હતો. આખિરકાર તેને પોતાના આઇડલ સાથે કામ કરવાની તક મળી ગઈ. હવે એ જોવાનું રહેશે કે બંનેની કેમિસ્ટ્રી કેવી રહેશે.
4. એન્ટરટેનિંગ છે સ્ટોરી
જો તમે કઈ એન્ટરટેનિંગ અને થ્રિલિંગ જોવા ઈચ્છો છો તો આ વિકેન્ડમાં વોર સાચી ચોઈસ છે. ફિલ્મનો રિવ્યૂ હજુ આવાનો બાકી છે પરંતુ જબરદસ્ત સ્ટંટ, એપિક લોકેશન અને ખુબ જ સારી શૂટિંગ ટેક્નીકને ટ્રેલરમાં જોતા અનુમાન લગાવી શકીએ કે આ એક સુપર એન્ટરટેનિંગ ફિલ્મ હશે.

5. કોની થશે જીત?
ઋતિક અને ટાઇગરનો ખાસો ફેન બેસ છે. બંને ખુબ જ સારા ડાન્સર અને એકશન હીરો છે અને એટલે જ બંનેના ફેન્સ પોતાના એક્ટર્સને સપોર્ટ કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે કોણ આ વોરને જીતવામાં કામયાબ થશે.
