નવા વર્ષની સમગ્ર દેશમાં ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. લોકો પોતપોતાની રીતે ન્યુ ઈયરની ઉજવણી કરે છે. કેટલા ન્યુ ઈયર પરિવાર સાથે ઘરે રહી ઉજવવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો બહાર ફરવા જાય છે. જયારે અમદાવાદ ખાતે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે.

વર્ષ 2020ને સ્વાગતમાં અમદાવાદવાસીઓએ પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે આવકાર્યું છે. મણીનગર પૂર્વ વિસ્તારમાં આવેલા મેથડિસ્ટ ચર્ચ ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

મેથડિસ્ટ ચર્ચ ખાતે કરવામાં આવેલા ઉજવણીના કાર્યક્રમમાં ‘2020’ના બેનર્સ સાથે હજારો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને 5000 રંગબેરંગી ફૂગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા હતા. રંગબેરંગી ફુગ્ગો છોડી આકાશને પૂરું રંગબેરંગી કરી નાખ્યું હતું. લોકોએ ઉત્સાહભેર આકાશમાં ફુગ્ગા છોડ્યા હતા.

ખોખરાના સીઓનનગરમાં આવેલા મેથોડીસ્ટ ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. નવા વર્ષ નિમિત્તે ચર્ચમાં ખાસ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.