પશ્ચિમ બંગાળમાં અને ઓડીસામાં સુપર સાયકલોન અમ્ફાને તબાહી સર્જી છે. બંને જગ્યાએ 130 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો. આ ખતરનાક વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા છે.

5500 ઘરોને નુકસાન જ્યારે અહીંના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ઝાડો ઊખળી ગયા, વીજળીના પોલ પડી ગયા. વસ્તુઓ હવામાં ઉડી રહી હતી.

6 કલાકના તોફાન અમ્ફાનના ઝડપી ફૂંકાયેલા પવને કોલકત્તા એરપોર્ટને ક્ષતિગ્રસ્ત કરી દીધા.
ચારેયબાજુ પાણી ભરાઇ ગયા છે.

ગાડીઓ પાણીમાં તરી રહી હતી. એવું જોવા મળ્યું કે અમ્ફાન બરબાદી કરવા પર ઉતરી આવ્યું.
કોલકાતામાં આવેલ અમ્ફાનના કારણે નાની ઝૂંપડીઓ પડી ગઈ
રસ્તા પર ઘણા ઝાડો પડ્યા, ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષો કાપી રસ્તા સાફ કરી રહ્યા હતા.
વિક્ટોરિયા મેમોરિયલ પાસે અમ્ફાનેના કારણે ઝાડો પડ્યા
વાહનોને પણ નુકસાન થયું.
અમ્ફાનના કારણે ગોલ્ફ ગ્રીન વિસ્તારમાં ઝાડો પડી ગયા,
મકાન ધરાશાયી થયા, વાહનોને નુકસાન થયું અને રસ્તાઓ તૂટી ગયા.
આ પણ વાંચો : ગરમીના કારણે થતી લો બ્લડપ્રેશરની સમસ્યાથી બચવાના ઘરગથ્થું ઉપચાર
