દેશમાં કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે આજે લગભગ બે માસ પછી 50 હજારથી નીચે કેસ નોંધાયા. ત્યારે દેશમાં કોરોનાની વેક્સિનની વહેંચણીને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા છે. લાલા કિલ્લાથી એલાન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના દરેક નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેઠળ હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવશે.
વેક્સીન આપવા ડિજિટલ હેલ્થ આઇડીનો થશે ઉપયોગ
‘ગ્રાન્ડ ચેલેન્જિસ’ની વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં પીએમ મોદીએ સંકેત આપ્યા કે, ડિજિટલ હેલ્થ આઇડીનો ઉપયોગ વેક્સીનેશન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે. પોતાના ઉદ્ઘાટન ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે કોવિડ-19ની વેક્સીન વિકસિત કરવાના મામલામાં અમે અગ્રિમ મોરચે છીએ અને તે પૈકી કેટલીક તો એડવાન્સ સ્ટેજ પર છે.
India’s vibrant scientific community is our nation’s asset.
— Narendra Modi (@narendramodi) October 19, 2020
We have seen their remarkable efforts in strengthening India’s fight against COVID-19 in the last few months. pic.twitter.com/oaTY2vs4mN
પીએમ મોદીએ કહ્યું કે દેશના અનુભવ અને પ્રતિભા શોધથી ભારત વૈશ્વિક સ્વાસ્થ્ય સેવાઓને કેન્દ્રમાં હશે અને ઈચ્છશે કે તે બીજા દેશોની મદદ કરે. તેમણે જણાંવ્યું કે, વૈશ્વિક રસીકરણ કાર્યક્રમોમાં ઉપયોગમાં આવનારા 60 ટકા રસીના ડોઝનું ઉત્પાદન ભારતમાં થશે. ભારત પહેલાથી જ એક વેલ એસ્ટાબિલિસ્ટ રસી ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહ્યો છે અને ડિજિટલ હેલ્થ આઈડીની સાથે આ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ આપણા નાગરિકોના રસીકરણને સુનિશ્ચિત કરવામાં થશે.
ભારતમાં કોરોનાનો મૃત્યુદર સૌથી ઓછો

PM મોદીએ કહ્યું કે, ભારતના આકાર અને વિવિધતાએ હંમેશા વૈશ્વિક સમુદાયને ઉત્સુક કર્યા છે. અમારો દેશ સંયુક્ત રાજ્ય અમેરિકાની વસ્તીના કરતા ચાર ગણો વધુ છે. અનેક રાજ્ય યૂરોપના અનેદક દેશોની બરાબર છે. ભારતમાં COVID-19 મૃત્યુ દર ઘણો ઓછો છે. જેમાં પ્રતિદિન ઘટાડો દેખાઈ રહ્યો છે. ભારતમાં 88 ટકા રિકવરી રેટ છે. જે સૌથી વધુ છે. કારણ કે ભારતમાં જ્યારે ખૂબ જ ઓછા કેસ હતા ત્યારથી જ લૉકડાઉન લાગુ કરનાર પહેલા દેશ પૈકી એક હતો. ભારત માસ્કના ઉપયોગને પ્રોત્સાહીત કરનારા પહેલા દેશોમાં હતો. ભારતે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર કામ કર્યું.
શું છે હેલ્થ આઈડી ?
હેલ્થ આઇડી પ્રત્યેક ભારતીયના સ્વાસ્થ્ય ખાતાની જેમ કામ કરશે. ટેસ્ટ, દરેક બીમારી, કયા ડૉક્ટરની પાસે, કઈ દવા લીધી હતી, તેનું શું નિદાન થયું હતું, ક્યારે લીધી હતી, તેનો રિપોર્ટ શું હતો, જેવી તમામ જાણકારી આપના આ હેલ્થ આઇડીમાં સામેલ કરવામાં આવશે.