હાલમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 15 દિવસ પહેલા 19 વર્ષીય એક યુવતી પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ઘી સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ્સ એકટીવ કમિટીએ સુરત કલેક્ટરને આવેદન આપીને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને ફાંસીની સજા સુધીની ન્યાયિક કાર્યવાહી થાય અને મૃતક દીકરીને ન્યાય મળે તે અંગે રજુઆત કરવામાં આવી છે.
ભોગ બનેલી યુવતી પર 14મી સપ્ટેબરે 4 લોકોએ ક્રૂર સામુહિક બળાત્કાર ગુજારવાનું નિંદનીય કાર્ય કર્યું છે. આ કેસે નિર્ભયાના કેસની પણ બર્બરતા પણ વટાવી દે તેવી અસંવેદનશીલ, અમાનવીય, ક્રૂર અને ઘાતકી કૃત્ય કર્યું છે. યુપી સરકાર પોતાની મનમાની અને હોદ્દનો દુરુપયોગ કરીને મૃત યુવતીના માતા પિતા, પરિવારની ફરિયાદો, ઈચ્છાઓ અને અવાજને દબાવી દેવા જેવા કૃત્ય યોગ્ય નથી.
આ પણ વાંચો : ઘટનાને છૂપાવવા જે પ્રયત્નો કર્યા એ પણ બળાત્કાર જેટલા જ ક્રુર, જઘન્ય
આ કેસમાં આરોપીઓ વિરૃદ્ધ કડક કાર્યવાહી થાય અને તમામ પુરાવાઓ તપાસ કરીને કડક ચાર્જશીટ તૈયાર કરી કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને ઝડપી સજા મળે તે માટે અપીલ કરવામાં આવી છે.
