પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર પ્રાપ્ત બાળકો સાથે મુલાકાત દરમિયાન આજે ખુશ મિજાજ તરફ તેમને આગળ વધવાનો મંત્ર આપ્યો. પીએમ એ બાળકોને આગળ વધવાના માર્ગો જણાવ્યા. આ દરમિયાન પીએમ એ બાળકોને કેટલાક સવાલો પણ પૂછ્યા. આ વચ્ચે કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સિરિયલ ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’ નો ઉલ્લેખ કર્યો અને બધા જોરથી હસવા લાગ્યા.
અને પૂછી લીધું કયું સિરિયલ, સાસ બી કભી બહુ થી ?
પછી પીએમ એ બાળકોને પૂછ્યું કે તમારા માંથી કોણ દવા પાણીની જેમ પીવે છે. એમણે કહ્યું કે કેટલાક લોકો હશે જે પાણી જૂસની જેમ પીવે છે. પાણીનો પણ આનંદ લે છે. કેટલાક લોકો હશે દવાની જેમ ગટગટાવીને પીતા હશે. તમારા માટે કેટલા પાણીની મજા લે છે. તેમણે કહ્યું કે પાણીને ટેસ્ટની જેમાં પીવું જોઈએ. પાણીનો ટેસ્ટ હોય છે. તે શરીરને ઘણો ફાયદો કરે છે. તમે એને એન્જોય કરો. દવાની જેમ પાણી ની પીવો.
તમે કહેશો શું ફાયદો માં તો કહી રહી હતી કે વાંચો. હું 5 મિનિટ સુધી પાણી પી રહ્યો છું. તો ઝગડો તો થઇ જશે ને. કેટલીક વાર તો માં દૂધ લઈને આવે છે અને કોઈ કામ છે કે ટીવી સિરિયલ ચાલુ છે તો માં કહે છે કે જલ્દી જલ્દી દૂધ પીય લેવો અને તમે પણ દૂધ દવાની જેમ પીય જાય છે. કારણ કે માંએ સીરિયલ જોવા બેઠા હતા. પછી પીએમએ જે આગળની લાઈન બોલી જેના બધા જોરથી હસવા લાગ્યા, પીએમ એ કહ્યું કઈ, ‘સાસ ભી કભી બહુ થી.’
