ગુજરાતમાં ભાજપ 25 વર્ષથી સત્તા પર છે. મંત્રીઓ અને ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યમાં 25 વર્ષથી ભાજપ સત્તા પર છે પ્રજાનો પ્રેમ છે ત્યારે અચાનક વડોદરાના ધારાસભ્યો એક પછી એક ખુલીને સામે આવી રહ્યા છે અને 2017ની ચૂંટણી પછી શહેર અને જિલ્લાના કહી રહ્યા છે અધિકારીઓ સંભાળતા નથી. શા માટે આ ધારાસભ્યોનો અત્યાર સુધી અવાજ રૂંધાયેલો હતો તે હવે ખુલીને સામે આવી રહ્યો છે ? ભાજપના નેતાઓ શિષ્ટ બદ્ધ પાર્ટીની વાતો તો કરે છે પરંતુ એ જ શિસ્તના લીરા ભાજપના વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો જ ઉડાવી રહ્યા છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો 99 બેઠકો મળવાની સાથે જ ભાજપના મહત્વકાંક્ષી ધારાસભ્યો સરકારને દબાવી મંત્રી પદ અને બોર્ડ નિગમ મેળવાનો પ્રયાસ કરી રહ્યાનું અંદર ચર્ચાઈ રહી છે. ભાજપની અંદર ચૂંટણીના પરિણામો પછી જ અધિકારીઓ પર સરકારનો કંટ્રોલ ન હોવાની વાતે જોર પકડ્યું હતું કે વાતે જોર પકડ્યું હતું. તેમજ અધિકારીઓને રજૂઆત કાર્ય છતાં અધિકારીઓ સંભાળતા નથી. પોતાની મનમાની કરી છે. અને જે રીતે કામ થવું જોઈએ થતું નથી. આ સ્થિતિ ભાજપના દબદબા વાળા રાજ્યની છે.
ભાજપના આંતરિક સુત્રો કહી રહ્યા છે કે અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે એ અનેક બાબતો સૂચવી રહી છે. ધારાસભ્યોએ એક કાંકરે અનેક પક્ષી મારવા જેવો ઘાટ સર્જ્યો છે

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી મંડળ માંથી બાકાત કરવામાં આવ્યા હતા જેને લઇ વિધાનસભા અધ્યક્ષ બનાવા પડ્યા હતા. તો યોગેશ પટેલે પણ અલગ અલગ મુદ્દે સરકાર ને પત્ર લખ્યા હતા. ત્યાર પછી અંતે વિજય રૂપાણી સરકારમાં તેમને મંત્રીનું સ્થાન આપવામાં આવ્યું. પછી મધુશ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણી લડવાની જીદ પકડી હતી ત્યાર પછી તેમને ગુજરાત એગ્રોના ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા. તો હવે કેતન ઇનમદારે તો વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ મોકલી આપ્યું હતું.
તો અમદાવાદમાં પણ કહેવાઈ રહ્યું છે કે એએમસી કમિશનર સાંભળતા નથી. ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે gnfc ના અધિકારીઓ સંભાળતા નથી અને હાલની સ્થિતી કંટ્રોલ નહિ કરી તો ભોપાલ ગેસકાંડ જેવી સ્થિતિ સર્જાઈ શકે તે અંગે પત્ર લખ્યો છે.
