સરકાર મહિલાઓની સુરક્ષાને લઇ મોટા મોટા દવાઓ કરે છે. જયારે દીવસે ને દિવસે દેશમાં બળાત્કારના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. સરકારી સંસ્થા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(NCRB)એ જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2012માં દેશમાં 24,923 બળાત્કારના કેસો નોંધાયા હતા. એટલે દરરોજ 68 અને વર્ષ 2018માં દેશમાં 33,356 કેસ નોંધાયા એટલે દરરોજ 90 કેસો જેમાંથી દિલ્હીમાં 2012માં 706 કેસો નોંધાયા હતા, જયારે 2019ની 15મી નવેમ્બર સુધી 1,947 કેશ નોંધાયા હતા.

વર્ષ 2012થી 2018 વચ્ચે 12,125 સગીર પર દુષ્કર્મના કેસ નોંધાયા છે. સરેરાશ જોઈએ તો દરરોજ 5 સગીર પર દુષ્કર્મના કેસ નોંધાયા. જયારે 2012થી 2018 વચ્ચે 10,052 સગીર પર મહિલા સામે અત્યાચારને લગતા કેસ નોંધાયા છે.
1.38 લાખ કરતાં વધારે દુષ્કર્મના કેસ પેન્ડિંગ
રિપોર્ટ મુજબ 2018ના અંત સુધીમાં કોર્ટમાં 1,38,342 કેસ પેન્ડિંગ હતા. તેમાંથી 17,313 કેસના ટ્રાયલ પૂરા થઈ શક્યા છે, જ્યારે ફક્ત 4,708 કેસમાં જ સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2018માં સજા આપવાનો દર એટલે કે કન્વિક્શન રેટ ફક્ત 27.2 ટકા રહ્યો.

સજા કેટલાને મળી
2018માં 186 અપરાધીને ફાંસી સજા સંભળાવવામાં આવી હતી, જે પૈકી 65 સજાને ઉંમર કેદમાં બદલવામાં આવી. છેલ્લા 19 વર્ષમાં અત્યાર સુધીમાં ફક્ત 4 અપરાધીને ફાંસીની સજા આપવામાં આવી, જે પૈકી 3 આતંકવાદી હતા. ત્યારે દુષ્કર્મ કેશમાં અત્યાર સુધીમાં ધનંજય ચેટર્જીને જ ફાંસી આપવામાં આવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.