વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવનાર આર્ટિકલ 370 અને 35A નાબૂદ કરી નાખ્યો છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરીને બંનેને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા છે. સરકારના આ નિર્ણયથી પાકિસ્તાનમાં હલચલ વધી ગઈ છે. બંને દેશોના વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધુ વધી ગયો છે.
તે સ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રે ભારત-પાકિસ્તાનને શાંતી બનાવી રાખવાની અપીલ કરી છે. તેમજ અમેરિકાએ ભારતના આ નિર્ણય પર નજર રાખવાની વાત કરી છે. પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકાએ પોતાના વક્તવ્યમાં પાકિસ્તાનનું નામ પણ નહીં લીધું.
યુએન મહાસચિવના પ્રવકતા સ્ટીફન દુજારીકે મંગળવારે કહ્યું કે ભારતે કાશ્મીર અંગે આપેલા રિપોર્ટની અમને માહિતી છે અને આ મામલાથી જોડાયેલા બધા જ પક્ષને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ.
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યું, જેના અનુસાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવશે. આ બિલ રાજ્યસભા પાસ થઇ ગયું. બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 વોટ પડયા. આજે લોકસભામાં આ બિલ પર ચર્ચા અને વોટિંગ થશે.
