આર્ટિકલ 35A અનુસાર જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ બહારની વ્યક્તિને રાજ્યમાં સંપત્તિ ખરીદવાથી રોકી લેતું હતું. કોઈ બહારની વ્યક્તિ રાજ્ય સરકારની યોજનાઓનો ફાયદો ઉઠાવી શકતું નથી. બીજા રાજ્યની વ્યક્તિ ત્યાં સરકારી નોકરી મેળવી શકે નહીં.
આર્ટિકલ 35A જમ્મુ-કાશ્મીરને ક્યાં વિશેષ અધિકાર આપી રહ્યું હતું?
આ આર્ટિકલના હેઠળ કાશ્મીરના સ્થાયી નિવાસીઓને વિશેષ અધિકાર અને સુવિધાઓ આપવામાં આવી હતી. નોકરી, સંપત્તિના ખરીદ વિરાસત, સ્કોલરશીપ, સરકારી મદદ અને કલ્યાણકારી યોજનાઓથી જોડાયેલી સુવિધાઓથી સંબંધિત હતું.
કેમ આર્ટિકલ 35A હટાવવાની માંગ આટલા વર્ષોથી ઉઠી રહી હતી ?
આર્ટિકલ 35A હટાવવાન માંગ ત્યારે ઉઠી જ્યારે સંસદમાં એવું કહેવામાં આવ્યું કે આ આર્ટિકલમાં સંસદની કોઇ પણ પરવાનગી લેવામાં આવી નથી. જ્યારે બીજી દલીલ એવી છે કે દેશના તમામ નાગરિકો માટે એક જ બંધારણ હોવું જોઇએ. કેમકે આર્ટિકલ 370 કાશ્મીરને ભારતના બંધારણથી અલગ કરે છે.
આ ઉપરાંત આર્ટિકલ 35A દ્વારા કાશ્મીરમાં રહેતા અન્ય ભારતીય નાગરિકોને સ્થાયી નિવાસી પ્રમાણપત્રથી વંચિત કરવામાં આવ્યા છે. વંચિતોમાં 80 ટકા લોકો પછાત અને દલિત હિન્દુ સમુદાયના છે. જેમના માટે ભેદભાવની સ્થિતિ ઊભી થાય છે. 2014માં મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી આર્ટિકલ 35A અને આર્ટિકલ 370 હટાવવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે
