ઇકોનોમિક સર્વે, જેમાં ગત્ત વર્ષનો હિસાબ અને આગામી વર્ષ માટે સૂચનો, પડકારો અને ઉકેલો શામેલ હોય છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામને 31 જાન્યુઆરી 2020 ના રોજ બજેટના એક દિવસ પહેલા ઇકોનોમિક સર્વે રજૂ કર્યો છે.
કોણ તૈયાર કરે છે સર્વે?
આર્થિક અફૅયર્સ વિભાગ (DEA) હેઠળ આવતો ઇકોનોમિક વિભાગ તેને તૈયાર કરે છે અને તે પણ દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) ની દેખરેખ હેઠળ. હાલના CEA કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ છે. ત્યારબાદ તેને નાણાંમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવે છે.
પ્રથમ ઇકોનોમિક સર્વે 1950-51 માં રજૂ કરવામાં આવ્યો હતો. 1964 સુધી તેને બજેટ સાથે રજૂ કરવામાં આવતો હતો. ત્યારબાદ બજેટના એક દિવસ પહેલા તેને રજુ કરવાનું શરુ કર્યું.
હવે તે બે ભાગમાં છાપવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી તે બે ભાગમાં છાપવામાં આવી રહ્યો છે. 2018-19માં પ્રથમ વોલ્યુમ અર્થતંત્રના પડકારો ને ધ્યાનમાં રાખીને અને બીજો ભાગમાં અર્થવ્યવસ્થાના તમામ વિશેષ ક્ષેત્રોની સમીક્ષા કરવામાં આવે છે.
ઇકોનોમિક સર્વે મહત્વપૂર્ણ કેમ છે?
અર્થતંત્ર સારી રીતે ચાલી રહ્યું છે કે નહીં તે ઇકોનોમિક સર્વે દ્વારા જાણવા મળે છે. ઘણીવાર કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 2018 નો આર્થિક સર્વે ગુલાબી કવરમાં છપાયો હતો, જેમાં લિંગ સમાનતા પર ભાર મુકવામાં આવ્યો હતો અને યુનિવર્સલ બેઝિક આવકની પણ વાત કરવામાં આવી હતી.
શું સરકારે રજૂ કરવો જરૂરી છે?
બંધારણીય રીતે સરકાર તેને રજૂ કરવા અથવા તેમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારવા બંધાયેલ નથી. જો સરકાર ઈચ્છે તો તેમાં આપેલ તમામ સૂચનોને નકારી શકે છે. તેમ છતાં, તે એક પરંપરા બની ગઈ છે જેના દ્વારા લોકોને અર્થવ્યવસ્થા અને ગત્ત વર્ષનો હિસાબ આપવામાં આવે છે જેથી સરકાર તેને રજૂ કરે છે.
