ભારતમાં કોરોના વાયરસથી સંકરમિત દર્દીઓની સંખ્યા 100 પાર થઇ ગઈ છે. દેશમાં 14 રાજ્યોમાં કોરોનાના દર્દી મળી ચુક્યા છે. અત્યાર સુધી બે ની મોત થઇ ચુકી છે. આ બધા વચ્ચે કોરોના પર કાબુ મેળવવા માટે ભારત સરકાર સાવધાની રાખી રહી છે. જગ્યા-જગ્યાએ ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન કેમ્પ (Quarantine and isolation camps in India) બની રહ્યા છે. લોકોની તપાસ થઇ રહી છે.
એ ઉપરાંત ભારત સરકારએ દેશભરમાં મહામારી એક્ટની મદદ લેવાનો નિર્દેશ આપી દીધો છે અધિકારીક જાણકારી મુજબ, કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાની સમીક્ષા બેઠકમાં એ નિર્ણય લેવાયો છે. ત્યાર પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ બધા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને મહામારી બીમારી એક્ટ (Epidemic Disease Act, 1987)ના સેક્શન 2ની જોગવાઈની મદદ લીધી છે. એ કાનૂન હેઠળ ઉત્તર પ્રદેશ આગરામાં એક કેસ નોંધાયો છે.
જણાવવામાં આવ્યું- ‘સૌથી નિર્દય કાનૂન’

ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સએ 2009માં એક પેપરમાં આ કાનૂનને ‘ઉપનિવેશી ભારતમાં સ્વચ્છતા માટે અપનાવવામાં આવેલ સૌથી નિર્દયી કાનૂન’ ગણાવ્યો હતો.
શું છે આ મહામારી કાનૂન, એને ક્યારે, કોણે અને શા માટે બનાવ્યો, એની જોગવાઈ શું છે, મહામારી કાનૂનના સેક્શન 2 માં શું કહેવામાં આવ્યું છે, આ કાનૂનની ખાસ વાત શું છે તે અંગે જાણીએ.
શું છે મહામારી કાનૂન ?

આ કાનૂન આજથી 123 વર્ષ પહેલા 1897માં બનાવવામાં આવ્યો હતો, જયારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, ત્યારે બોમ્બેમાં બ્યુબૉનીક પ્લેગ નામની મહામારી ફેલાઈ હતી. જેના પર કાબુ મેળવવાના ઉદ્દેશથી અંગ્રેજોએ આ કાનૂન બનાવ્યો હતો. મહામારી વાળી ખતરનાક બીમારી ફેલાવવાથી રોકવા અને એની સારી રોકથામ માટે આ કાનૂન બનાવવામાં આવ્યો છે. એ હેઠળ તત્કાલીન ગવર્નર જનરલએ સ્થાનીય અધિકારીઓને કેટલાક વિશેષ અધિકારો આપ્યા હતા.
આ પણ વાંચો : એપિડેમિક અને પેનડેમિકમાં શું છે અંતર, અને ક્યારે તેને જાહેર કરાય છે?
મહામારી કાનૂનની વિશેષ વાતો

આ કાનૂન ભારતના સૌથી નાના કાનૂન માંથી એક છે. એમાં માત્ર 4 સેક્શન જ છે પહેલા સેક્શનમાં કાનૂનના શીર્ષક અને અન્ય પાસાં તેમજ શબ્દાવલીને સમજાવવમાં આવ્યા છે. બીજા સેક્શનમાં બધા વિશેષ અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મહામારી સમયે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને મળી જાય છે.
ત્રીજા સેક્શનમાં કાનૂનની જોગવાઈનું ઉલ્લંઘન કરવા પર ભારતીય દંડ સંહિતા (IPC – Indian Penal Code)ની ધારા 188 હેઠળ આપવામાં આવતા દંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોથા ને છેલ્લા સેક્શનમાં કાનૂનની જોગવાઇઓનો અમલ કરવા વાળા અધિકારીઓને કાનૂની સંરક્ષણ આપે છે.
શું કહે છે Epidemic Act Section 2

આ મહામારી દરમિયાન સરકારને મળવા વાળા વિશેષાધિકારોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અનુસાર, સરકારી જરૂર પડવા પર અધિકારીઓને સામાન્ય જોગવાઇથી અલગ અન્ય જરૂરી પગલાં ભરવા માટે કહી શકે છે. સરકાર પાસે રેલવે અથવા અન્ય સાધનોથી યાત્રા કરી રહેલા લોકોની તપાસ કરવાનો/કરાવવાનો અધિકાર છે. તપાસ કરી રહેલ અધિકારીને જો કોઈ વ્યક્તિના સંક્રમિત થવાની શંકા થાય છે, તો તેઓ એને ભીડથી અલગ કરી કોઈ હોસ્પિટલ કે કોઈ અન્ય વ્યવસ્થામાં રાખી શકે છે. સ્રરકાર કોઈ બંદરથી આવી કે જઈ રહેલ જહાજ અથવા અન્ય વસ્તુઓની પુરી તપાસ કરી શકે છે, એને ડિટેન પણ કરી શકે છે.
ઉલ્લંઘન પર શું થશે સજા
મહામારી કાનૂનના સેક્સન 3 હેઠળ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મુજબ, કાનૂનની જોગવાઈનું ઉલ્લંઘન કરવા પર આરોપીને 6 માસ સુધી સજા અથવા 1000 રૂપિયા દંડ અથવા બંનેની સજા થઇ શકે છે.
આ પણ વાંચો : Corona virus : શાળા-કોલેજો-ઓફિસો બંધ, ઘરમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન
