હાલમાં ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને પ.બંગાળના દરિયાઇ તટ પર સાયક્લોન પહોંચીને તબાહી કરી રહ્યું છે. ત્યારે તમને એક સવાલ ચોક્કસ થશે કે આ સાયક્લોનનું નામ છે શું અને તેનો અર્થ શું છે ?
વાસ્તવમાં આ સાયક્લોનનું નામ બાંગ્લાદેશ દ્વારા ‘ફણી’ રાખવામાં આવ્યું છે. કેમ બાંગ્લાદેશ દ્વારા તેનો જવાબ આગળ મળશે. જે શબ્દ ફન અથવા ફણથી જ આવ્યો છે. બાંગ્લાદેશમાં ‘ફણી’ સાપને કહેવામાં આવે છે. તે ‘ફન’નું બંગાળી ઉચ્ચારણ છે.
આ પણ વાંચો : ભાગ્યેજ જોયા હશે આવા દ્રશ્યો ‘ફેની’ ચક્રવાતનો વીડિયો આવ્યો સામે, 175 કિમી પર કલાકની ઝડપે પવન ફુંકાયો
જો કે ‘ફણી’ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ સાંપનુ મસ્તક થાય છે. જેના પરથી જ ‘ફણીશ્વર’ શબ્દ આવ્યો જેનો ઉપયોગ ભગવાન શિવ માટે ઉપયોગ કરવામાં આવે છે.
કેમ બાંગ્લાદેશે પાડ્યું નામ ?
2004માં ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા સાયક્લોનના નામ બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ મળીને રાખ્યા હતાં. જેમાં દરેક દ્વારા 8-8 નામ સૂચવવામાં આવ્યા હતા. જેમાંથી ક્રમસર નામ પસંદ કરવામાં આવે છે.
આ માટે તમામ આઠ દેશો પોતાની સંસ્કૃતિ અને તેના યોગ્ય અર્થ સૂચવતા હોય છે. એટલું જ નહીં આ નામ ભડકાઉ પણ ન હોવું જોઇએ તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાલનું સાયક્લોનનું નામ આ જ ક્રમમાં એક દેશ પાડે છે.
ઉદાહરણ તરીકે ઓક્ટોબર 2018માં આવેલા સાયક્લોનનું નામ તિતલી પાકિસ્તાને રાખ્યું હતું. આ વખતે ક્રમ પ્રમાણે જ બાંગ્લાદેશનો વારો હતો. માટે બાંગ્લાદેશે જ આ વાવાઝોડાનું નામ ફની પાડ્યું છે. આ વિસ્તારમાં હવે પછી આવનારા સાયક્લોનનું નામ ભારત પાડશે.